બ્રાઝિલમાં પ્લેન ક્રેશ : 62 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ થયું, તમામ મુસાફરોના મોત

Reena Brahmbhatt
1 Min Read

plane crashસાઓ પાઉલો : બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના એક શહેરના રહેણાંક વિસ્તારમાં શુક્રવારે 62 લોકોને લઈ જતું પ્લેન ક્રેશ થયું હતું. એરલાઇન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ પ્લેન સાઓ પાઉલોના ગુઆરુલોસ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. નિવેદન અનુસાર, પ્લેનમાં 58 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું તે જાણી શકાયું નથી.

Share This Article