Canada PR Program 2026: કેનેડા સરકારે ૩૩,૦૦૦ વિદેશી કામદારોને PR આપવા માટેના નવા પ્રોગ્રામની જાહેરાત કેમ કરી?

Arati Parmar
3 Min Read

Canada PR Program 2026: કેનેડા સરકારે વિદેશી કામદારોને સ્થાયી ઘર (PR) આપવા માટે એક વિશેષ પ્રોગ્રામ શરૂ કર્યો છે. દેશના ઇમિગ્રેશન મંત્રી લીના મેટલેજ ડિયાબ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોગ્રામનો હેતુ આગામી બે વર્ષમાં ‘ઇન-ડિમાન્ડ’ સેક્ટરમાં કામ કરતા 33,000 વર્કર્સ ને પરમેનન્ટ સ્ટેટસ આપવાનો છે. કેનેડામાં કામ કરનારા અને અભ્યાસ કરનારાઓમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે, તેથી આ પ્રોગ્રામનો સીધો લાભ ભારતીયોને મળશે.

આ પીઆર (PR) પ્રોગ્રામની જાહેરાત ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી, પરંતુ તેની વિગતો જાહેર કરાઈ નહોતી. ડિયાબે જણાવ્યું કે સરકાર એપ્રિલમાં આ અંગે વધુ વિગતો આપી શકશે. તાજેતરના સરકારી ડેટા મુજબ, 21 લાખ ટેમ્પરરી રહેવાસીઓના પરમિટ 2025 માં પૂર્ણ થઈ રહ્યા હતા અને 2026 માં વધુ 19 લાખ પરમિટ પૂર્ણ થશે. આ સ્થિતિએ ડોક્યુમેન્ટ વગરની વસ્તીમાં સંભવિત વધારાને લઈને ચિંતા જન્માવી છે.

- Advertisement -

નોન-પરમેનન્ટ વસ્તી ઘટાડવાનો પ્રયાસ

આ પ્રોગ્રામ વડાપ્રધાન માર્ક કાર્નીના તે પ્રયાસોનો ભાગ છે, જે હેઠળ 2027 સુધીમાં કેનેડાની વસ્તીમાં નોન-પરમેનન્ટ રહેવાસીઓનો હિસ્સો ઘટાડીને 5 ટકા થી ઓછો કરવાનો લક્ષ્યાંક છે (જે 2025 ના અંતમાં 6.8 ટકા હતો). ટેમ્પરરી માઈગ્રન્ટ્સને પરમેનન્ટ રેસિડેન્ટમાં બદલવા એ આ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે.

ડિયાબે સ્પષ્ટતા કરતા કહ્યું, ‘જો તમે ટેમ્પરરી સ્ટેટસ પર કેનેડામાં છો, ભલે તે વિઝિટર, સ્ટુડન્ટ કે વર્કર વિઝા હોય અને જો તમે સમય મર્યાદા કરતા વધુ રોકાવા માંગતા હોવ, તો એક્સટેન્શન માટે અરજી કરો. જો તમે અરજી નથી કરતા, તો અમે આશા રાખીએ છીએ કે તમે શરતોનું સન્માન કરશો અને દેશ છોડીને જશો.’

- Advertisement -

બિલ C-12 ની પણ ચર્ચા

કેનેડા સરકારનું બિલ C-12 હાલ ચર્ચામાં છે. આ બિલ ઇમિગ્રેશન અધિકારીઓને ‘પબ્લિક ઇન્ટરેસ્ટ’ (જાહેર હિત) માં ડોક્યુમેન્ટ્સ અને એપ્લિકેશન રદ અથવા સસ્પેન્ડ કરવાનો અધિકાર આપશે. ડિયાબના જણાવ્યા અનુસાર, સરકારનો હેતુ ટેમ્પરરી રહેવાસીઓની સંખ્યા ઘટાડવાનો, પરમેનન્ટ રેસિડેન્ટ એડમિશનને સ્થિર કરવાનો અને ઇન્ટરનેશનલ ટેલેન્ટ એટ્રેક્શન સ્ટ્રેટેજી લાગુ કરવાનો છે.

ડિયાબે વધુમાં ઉમેર્યું કે કેનેડાએ લેબરની જરૂરિયાત અને વર્કર્સની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસને મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે અને અનેક સેક્ટરમાં સ્થાનિક કેનેડિયનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. તેથી કુશળ વિદેશી કામદારોને લાવવા અને તેમને સ્થાયી કરવા માટે સરકાર કામ કરી રહી છે.

- Advertisement -
Share This Article