China influencer regulation 2025: ચીનમાં ઇન્ફ્લુએન્સર્સ પર નવા નિયમો, ડોક્ટર-વકીલ તરીકે સલાહ આપવા ડિગ્રી અને લાયસન્સ ફરજિયાત

Arati Parmar
2 Min Read

China influencer regulation 2025: ચીનમાં સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર જ્ઞાન પીરસતાં ઈન્ફ્લુએન્સર્સ પર લગામ કસવામાં આવી છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકારે 25 ઓક્ટોબર, 2025ના રોજ અસરકારક નિયમો હેઠળ સોશિયલ મીડિયા પર ડોક્ટર, વકીલ, મેડિસિન, ફાઈનાન્સિયલ એડવાઈઝર અને શિક્ષક બની સલાહ આપતાં ઈન્ફ્લુએન્સર્સને જે-તે ક્ષેત્રે પોતાની સત્તાવાર ડિગ્રી અને પ્રોફેશનલ લાયસન્સ રજૂ કરવુ ફરિજ્યાત છે. સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ વિવિધ વિષયો પર પોતાને નિષ્ણાત ગણાવી સલાહ આપી રહ્યું હોવાથી ચીનની સરકારે આ પગલું લીધુ છે.

ઓનલાઈન કન્ટેન્ટ પર લગામ

- Advertisement -

નિષ્ણાતોના મતે સરકારનું આ પગલું ચીનમાં ઓનલાઈન કન્ટેન્ટની પારદર્શિતામાં વધારો કરશે. આડેધડ બનતાં ઓનલાઈન કન્ટેન્ટ પર પણ લગામ લાગશે. ચીનમાં WeChat સૌથી લોકપ્રિય સોશિયલ મેસેજિંગ સાઈટ છે. જેના માસિક 1.3 અબજ યુઝર્સ છે. આ એપમાં મેસેજિંગ, પેમેન્ટ, મિની એપ્સ, સોશિયલ નેટવર્કિંગ થઈ શકે છે. તદુપરાંત ચીનમાં ટિકટોકનું ચાઈનીઝ વર્ઝન Douyin પણ લોકપ્રિય છે. આ શોર્ટ વીડિયો એપના 70 કરોડ યુઝર્સ છે. આ સિવાય ચીનમાં માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પણ છે. જેના 60 કરોડથી વધુ યુઝર્સ છે. સોશિયલ મીડિયા એપ Little Red Book પર 30 કરોડથી વધુ યુઝર્સ છે. આ તમામ એપ્સ પર હવે ખોટી અને ભ્રામક સલાહો આપતાં ઈન્ફ્લુએન્સર્સ પર લગામ મુકાશે.

- Advertisement -
Share This Article