લીબિયા અત્યારે તેનાં ઈતિહાસનાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.

newzcafe
1 Min Read

લીબિયા પૂરમાં મૃત્યુઆંક 20 હજારથી ઉપર


લીબિયા પૂરમાં મૃત્યુઆંક 20 હજારથી ઉપર 


ત્રિપોલી, તા.15 : લીબિયા અત્યારે તેનાં ઈતિહાસનાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. ડેનિયલ ચક્રવાત અને પછી સમુદ્રીપૂરનાં કારણે ખાસ કરીને ડેર્ના શહેરમાં તબાહી અને વિકરાળ ખાનાખરાબી સર્જાઈ ગઈ છે. શહેરનો આશરે ચોથો ભાગ સુનામી જેવી પૂરની લહેરોમાં તણાઈ ગયો છે અને મૃત્યુઆંક વધીને 20 હજારે પહોંચી ગયો હોવાનું બિનસત્તાવાર અહેવાલોમાં જાણવા મળે છે. લીબિયાનાં ઈતિહાસની આ સૌથી મોટી આફતમાં મૃતકોની તમામ લાશો પણ હજી સુધી હાથ લાગી નથી. બચાવ અભિયાનમાં સામેલ લોકોનાં કહેવા અનુસાર સુનામીની જેમ ત્રાટકેલા પૂરનાં પાણીમાં લોકો તણાઈને ફંગોળાઈ ગયા હતાં. આવી રીતે તણાઈ ગયેલા મોટાભાગનાં લોકો મૃત્યુ પામ્યા હોવાની અટકળો ચાલી રહી છે. જો કે હજી સુધી આવી રીતે લાપતા થયેલા તમામ લોકોનાં મૃતદેહો પણ મળ્યા નથી. ડેર્ના શહેરનાં મેયર અબ્દુલમેનામ અલ-ઘાઈઠીનાં કહેવા અનુસાર મૃત્યુઆંક 18થી 20 હજાર જેટલો થઈ ગયો છે. અડધુ શહેર બરબાદ થઈ ગયું છે અને ચોમેર પાણી, કાટમાળ અને કીચડનાં કારણે હવે રોગચાળો ફેલાવાની ભીતિ પણ છે. 

Share This Article