Gurmeet Singh US Citizenship Revoked: ભારતીય મૂળના વ્યક્તિની US નાગરિકતા 15 વર્ષ બાદ રદ, રેપ કેસમાં ઠર્યો હતો દોષિત

Arati Parmar
3 Min Read

Gurmeet Singh US Citizenship Revoked: ભારતીય મૂળના એક વ્યક્તિની અમેરિકન નાગરિકતા રદ કરવામાં આવી છે. આ વ્યક્તિને રેપના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ટેક્સી ડ્રાઇવર ગુરમીત સિંહ (55) પર આરોપ છે કે તેણે 2011માં ન્યૂયોર્કમાં ચાકુની અણી પર એક મહિલા મુસાફરનું અપહરણ કર્યું હતું અને તેની સાથે રેપ કર્યો હતો.

અમેરિકન ન્યાય વિભાગ અનુસાર, 2014માં હિંસક હુમલા માટે દોષિત ઠેરવાયા બાદ તેને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. અમેરિકન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે ગુરમીતે અમેરિકન નાગરિકતા માટે અરજી કરતી વખતે પોતાના ગુનાહિત ભૂતકાળને છુપાવ્યો હતો. હુમલાના થોડા મહિનાઓ બાદ તેને નાગરિકતા મળી હતી.

- Advertisement -

‘નાગરિકતા લેતી વખતે છુપાવ્યો ગુનાહિત બેકગ્રાઉન્ડ’

એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું કે ભારતના રહેવાસી અને રેપના દોષિત ગુરમીત હવે અમેરિકન નાગરિક નથી. બ્લેન્ચે જણાવ્યું, “ભારતીય દોષિત બળાત્કારી ગુરમીત સિંહ હવે અમેરિકન નાગરિક રહ્યા નથી. તેમણે નાગરિકતા મેળવવાની પ્રક્રિયા દરમિયાન બળાત્કાર અને અપહરણની વાત છુપાવી હતી અને હવે એક ફેડરલ કોર્ટે તેમની નાગરિકતા રદ કરી દીધી છે.”

તેમણે આગળ જણાવ્યું, “વિભાગે આ કેસને તેના અંત સુધી પહોંચાડ્યો છે અને અમે ડીનેચરલાઇઝેશન (નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા)ના કેસો પર ઝડપથી કામ કરવાનું ચાલુ રાખીશું. છેતરપિંડીથી મેળવેલી નાગરિકતા ગુનેગારોને સજાથી બચાવી શકશે નહીં.”

- Advertisement -

ગુરમીત સિંહ સામે શું છે કેસ?

મૂળરૂપે ભારતનો રહેવાસી ગુરમીત સિંહ ફેબ્રુઆરી 1992માં વધુમાં વધુ છ મહિનાના સમયગાળા માટે વિઝિટર તરીકે અમેરિકા પહોંચ્યો હતો. ન્યાય વિભાગ અનુસાર, ત્યારબાદ તે પરવાનગી વિના અનેક વર્ષો સુધી અમેરિકામાં રહ્યો, જ્યાં સુધી જૂન 2000માં પરિવાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા અરજી દ્વારા તેને કાયમી રહેવાસી બનવાની મંજૂરી મળી નહીં.

મે 2011માં અમેરિકન નાગરિક બનવા માટે અરજી કરવાના થોડા અઠવાડિયા પહેલાં ભૂતપૂર્વ ટેક્સી ડ્રાઇવર સિંહ એક મહિલા મુસાફરને લઈ જઈ રહ્યો હતો અને આ મહિલા ઘરે જતી વખતે રસ્તામાં ઊંઘી ગઈ હતી.

- Advertisement -

જ્યારે મુસાફરની ઊંઘ ઊડી ત્યારે તેણે જોયું કે સિંહ તેની ઉપર હતો અને તેણે તેની ગરદન પર ચાકુ રાખ્યું હતું. તેણે તેને ધમકાવી, તેના હાથ-પગ બાંધી દીધા અને મોઢામાં કપડું ઠૂંસી દીધું, તેની આંખો પર પટ્ટી બાંધી દીધી, તેના કપડાં ઉતારી દીધા અને તેની સાથે રેપ કર્યો. અમેરિકન એજન્સીએ જણાવ્યું કે ત્યારબાદ પીડિતા કેબમાંથી ભાગી નીકળી અને વહેલી સવારે મદદ માટે રસ્તા પર હાજર એક વ્યક્તિ પાસે દોડી ગઈ.

સમાચાર અનુસાર, ગુરમીતે પોતાની નાગરિકતા મેળવવાની પ્રક્રિયા દરમિયાન આ કૃત્યોને છુપાવ્યા હતા, જેના કારણે ઓક્ટોબર 2011માં તેને અમેરિકન નાગરિકતા મળી ગઈ. નાગરિકતા મળ્યા બાદ ન્યૂયોર્કમાં સિંહને રેપ (ફર્સ્ટ ડિગ્રી) અને યૌન હેતુથી કરવામાં આવેલા અપહરણ (સેકન્ડ ડિગ્રી)ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો અને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી.

Share This Article