ઈઝરાયલે સીરિયામાં નાનો પરમાણુ બોંબ ઝીંક્યો? રેડિએશનના રિપોર્ટમાં ખુલાસો, સાઈપ્રસ-તુર્કેઈ સુધી પહોંચી અસર

Arati Parmar
2 Min Read

Israel Dropped a Small Nuclear Bomb in Syria? ઈઝરાયેલી સંરક્ષણ દળો (IDF)એ 16 ડિસેમ્બર, 2024 ના રોજ સીરિયાના ટાર્ટસમાં હથિયારોના ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો. આ સ્ટ્રાઈકમાં ડેપોમાં રાખવામાં આવેલી સ્કડ મિસાઈલની સુવિધાનો નાશ કરી દીધો હતો. આ વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, કેટલાય કિલોમીટર સુધી આકાશમાં આગના ગોટેગોટા અને ધુમાડાઓ જોવા મળ્યા હતા.

આ વિસ્ફોટ બાદ 3ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. આ ભૂકંપ 820 કિલોમીટર દૂર તુર્કેઈ ઈઝનિક સુધી અનુભવાયો હતો. આ અંગે રશિયન મીડિયા સંસ્થા સ્પુટનિકે કહ્યું હતું કે, ઈઝરાયેલે નવી મિસાઈલ વડે યુદ્ધ જહાજને ટારગેટ બનાવ્યું છે. પરંતુ કેટલાક લોકોનું માનવું હતું કે, અહીં અમેરિકા દ્વારા વિકસિત B61 પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે એક ઓછી શક્તિનો પરમાણુ બોમ્બ છે.

- Advertisement -

વિસ્ફોટના 20 કલાક પછી રેડિયેશનનું પ્રમાણ વધ્યું

હાલમાં મળતાં સમાચાર પ્રમાણે, યુરોપિયન યુનિયનના રેડિયોએક્ટિવ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગને તુર્કી અને સાયપ્રસમાં વિસ્ફોટના 20 કલાક પછી રેડિયેશનનું પ્રમાણ વધી ગયું છે. કારણ કે ટાર્ટસથી જે હવા પશ્ચિમ તરફ જઈ રહી છે, તેની સાથે રેડિયેશન પણ સાયપ્રસ અને દક્ષિણ તુર્કેઈ સુધી પહોંચી રહ્યા છે.

- Advertisement -

શું ઈઝરાયેલ પાસે પરમાણુ શસ્ત્રો છે?

પરમાણુ શસ્ત્રો અંગે એવું કહેવામાં આવે છે કે, ઈઝરાયેલ વિશ્વના નવ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોમાંનો એક છે. તેની પાસે કેટલા પરમાણુ હથિયાર છે, તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 90 અને વધુમાં વધુ 400 પરમાણુ હથિયારો છે. ઈઝરાયેલ આ પરમાણુ હથિયારો સાથે તેના ફાઈટર જેટ્સ, ડોલ્ફિન ક્લાસ સબમરીન અથવા જેરીકો સીરિઝની મિસાઈલોમાં ફીટ કરાયેલી ક્રૂઝ મિસાઈલો વડે કોઈપણ ટારગેટ પર હુમલો કરી શકે છે.

- Advertisement -

ઈઝરાયેલે ક્યારેય જાહેર કર્યું નથી કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે

એક મહત્ત્વની વાત એ છે કે, ઈઝરાયેલે ક્યારેય જાહેર કર્યું નથી કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે. તેમજ તેણે ક્યારેય તેનો ઇનકાર પણ નથી કર્યો. પરંતુ તેઓ હંમેશા એવું જરુર કહે છે કે, તેઓ પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. ઈઝરાયેલ પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તે અંગે ક્યાંય પણ સત્તાવાર માહિતી નથી. પરંતુ એવું કહેવાય છે કે 1991માં 50 થી 200 હથિયારો હતા. જે હવે વધીને 300 કે તેથી વધુ હોઈ શકે છે.

Share This Article