Eiffel Tower BAPS Controversy: એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEના ચીફ એક્ઝિક્યુટિવ પોતાના પદ પરથી હટી જશે. આ પગલું હિન્દુ ધાર્મિક સમૂહ (BAPS)ના પ્રવાસ દરમિયાન મહિલા કર્મચારીઓની જગ્યાએ પુરુષ સહયોગીઓને તૈનાત કરવાના વિરોધ બાદ લેવામાં આવી રહ્યું છે. SETEએ એક નિવેદનમાં કહ્યું કે પેટ્રિક બ્રાંકો રુઇવો આ વર્ષના અંતમાં નોકરી છોડી દેશે. પેટ્રિક 2018થી પેરિસના આ પ્રસિદ્ધ સ્મારકના ડિરેક્ટર જનરલ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે પ્રવાસના આયોજનમાં ઓપરેશનલ ખામીઓ અને ક્ષતિઓને કારણે મહિલા કર્મચારીઓને અસ્વીકાર્ય રીતે દૂર કરવામાં આવ્યા હતા. આ વિવાદ આ મહિનાની શરૂઆતમાં ત્યારે થયો, જ્યારે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સમૂહ સાથે જોડાયેલા 100 લોકોનું પ્રતિનિધિમંડળ એફિલ ટાવર પહોંચ્યું. આ દરમિયાન મહિલાઓની જગ્યાએ પુરુષ સહયોગીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
SETEએ શું કહ્યું
SETEએ અગાઉ કહ્યું હતું કે પ્રતિનિધિમંડળે વિનંતી કરી હતી કે પ્રવાસનું આયોજન એવી રીતે કરવામાં આવે કે મહિલાઓ સાથે વાતચીત મર્યાદિત રહે. અમે માનીએ છીએ કે આ શરતો સ્વીકારવી જોઈતી ન હતી. સ્ટાફ યુનિયનના એક પ્રતિનિધ મહિલા કર્મચારીઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે પ્રતિનિધિમંડળની હાજરી દરમિયાન તેઓ કેટલાક ખાસ વિસ્તારોમાંથી પસાર ન થાય. આ પ્રવાસને કારણે ટાવર બંધ કરવો પડ્યો કારણ કે કર્મચારીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે હડતાળ કરી અને રાજકારણીઓએ આ ઘટનાનીિએ કહ્યું કે મહિલાઓને તેમના કામના સ્થળને છોડવા માટે કહેવામાં આવ્યું અને તેમને અપમાનિત અનુભવાયું.
સ્મારકના કર્મચારીઓએ જણાવ્યું કે મહિલા કર્મચારીઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે પ્રતિનિધિમંડળની હાજરી દરમિયાન તેઓ કેટલાક ખાસ વિસ્તારોમાંથી પસાર ન થાય. આ પ્રવાસને કારણે ટાવર બંધ કરવો પડ્યો કારણ કે કર્મચારીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે હડતાળ કરી અને રાજકારણીઓએ આ ઘટનાની નિંદા કરી.
જૅન્ડર ઇક્વાલિટી અને ટ્રેનિંગ પ્રોગ્રામ લાગુ કરવાની માંગ
જૅન્ડર ઇક્વાલિટી (લૈંગિક સમાનતા)ને પ્રોત્સાહન આપતા ઉપાયો અને ટ્રેનિંગ પ્રોગ્રામ લાગુ કરવાની વિનંતી કરવામાં આવી છે. આવનારા મહિનાઓમાં અમે શ્રેષ્ઠ પરિસ્થિતિમાં લીડરશિપમાં ફેરફારની તૈયારી કરી શકીશું. – SETE ચેરમેન એરિયલ વેલ
ફ્રાન્સમાં જોવા મળ્યો વિરોધ
ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ યાએલ બ્રૉન-પિવેએ પ્રવાસ બાદ કહ્યું હતું કે હું વિદેશી મુલાકાતીઓની માંગણીઓ પૂરી કરવા માટે મહિલાઓને હટવા માટે મજબૂર કરવાની મંજૂરી નહીં આપું. પેરિસના સોશ્યાલિસ્ટ મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે તેને વાહિયાત, અયોગ્ય અને અસ્વીકાર્ય નિર્ણય ગણાવ્યો અને બે અલગ અલગ તપાસના આદેશ આપ્યા.
BAPSએ આ મહિનાની શરૂઆતમાં થયેલી કોઈપણ મુશ્કેલી માટે માફી માંગતા કહ્યું હતું કે અમે પરસ્પર સન્માન અને સેવા જેવા સાર્વત્રિક મૂલ્યોમાં વિશ્વાસ કરીએ છીએ. પોતાની વેબસાઇટ પર BAPS પોતાને હિન્દુ મૂલ્યો દ્વારા સમાજને વધુ સારો બનાવવા માટે સમર્પિત આધ્યાત્મિક અને સ્વયંસેવiffel Tower, BAPSકો દ્વારા સંચાલિત સંગઠન તરીકે વર્ણવે છે.

