Canada Murder Case: કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાની હત્યા કેસમાં ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક્ટિંગ ડિટેક્ટીવ સાર્જન્ટ ડેરિલ રીડને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હેમિલ્ટન પોલીસે મંગળવારે ઓન્ટારિયોના નાયગ્રા ફોલ્સમાં 32 વર્ષીય જર્ડેન ફોસ્ટરની ધરપકડ કરી હતી. તેના પર હત્યાના પ્રયાસના ત્રણ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે.
મોહૌક કોલેજમાં ફિઝિયોથેરાપી કોર્ષમાં પ્રવેશ મેળવનાર બીજા વર્ષની વિદ્યાર્થીની રંધાવાને 17 એપ્રિલે ગોળી વાગી હતી. તેણીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થી અપર જેમ્સ સ્ટ્રીટ અને સાઉથ બેન્ડ રોડના આંતરછેદ પર બસ સ્ટોપ પાસે ઉભી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વિદ્યાર્થી બસમાંથી ઉતરી હતી અને રસ્તો ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી.
એવું કહેવામાં આવ્યું હતું કે ચાર કારમાં ઓછામાં ઓછા સાત લોકો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન ગોળીબાર થયો હતો. કાર વચ્ચે ગોળીબાર થયો અને ઓછામાં ઓછી બે બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો. હરસિમરત એક નિર્દોષ રાહદારી હતી. જ્યારે તેણી સ્થાનિક જીમમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે તેણીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. તપાસ હજુ પણ ચાલુ છે. અમે આ મૃત્યુમાં સામેલ તમામ લોકોને ઓળખવા, શોધવા અને ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરીશું.