વોશિંગ્ટન, તા. 15 : અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ હિન્દી ભાષાને અંતરિક્ષમાં પહોંચાડી છે. નાસાએ નવું યુરોપા કિલપર મિશન હાથ ધર્યું છે. જ્યુપિટરના ચંદ્ર યૂરોપા પર વિશાળ મહાસાગરની શોધ માટે સોમવારે અંતરિક્ષ યાન સ્પેસ એક્સ મારફત રવાના કરાયું હતું જે 18 લાખ માઇલની યાત્રા કરશે.
નાસાએ સ્પેસક્રાફટ સાથે હિન્દી સહિત અનેક ભાષામાં સંદેશા મોકલ્યા છે. જેને 17 બાય 11 ઇંચની પ્લેટ પર અંકિત કરાયા છે જે ખાસ પ્રકારની ધાતુથી બનાવાઈ છે. નાસાએ કહયું કે આ પ્લેટની એક તરફ એક ડિઝાઇન છે જેને અમે વોટર વર્ડસ કહીએ છીએ. તે લહેરાય છે અને મનુષ્યોની અલગ અલગ ભાષામાં પાણી શબ્દનું રિકોર્ડિંગ છે. અલગ અલગ ભાષાના સંદેશામાં અમેરિકાના કવિ એડા લિમોનની કવિતા પણ સામેલ છે.

