નવી દિલ્હી, તા.1 : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામને દિવાળીની શુભકામના પાઠવી હતી આ દરમ્યાન તેમણે ડેમોક્રેટિક પ્રતિદ્વંદ્વી કમલા હેરિસ પર પ્રહાર પણ કર્યા હતા.
તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને કમલા હેરિસે દુનિયાભરના હિન્દુઓની `ઉપેક્ષા’ કરી છે. ટ્રમ્પે પહેલી જ વખત બાંગલાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ટ્રમ્પે અમેરિકામાં ભારતીય સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવતાં ભારત અને પોતાના `સારા મિત્ર’ પીએમ નરેન્દ્ર મોદી સાથે પોતાના દેશની ભાગીદારીને મજબૂત બનાવવાના સોગંદ પણ લીધા હતા.