Human brain become glass: લગભગ બે હજાર વર્ષ પહેલાં ઇટાલી પાસે માઉન્ટ વેસુવિયસ પર જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. ત્યારે પ્રાચીન શહેર હર્ક્યુલેનિયમમાં એક યુવાન પોતાના બેડ પર સૂતો હતો,અને તે જ્વાળામુખી ફાટવાથી નીકળતી ગરમ રાખમાં લપેટાઈ ગયો. હવે 2000 વર્ષ પછી પુરાતત્વવિદોને તેમનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહ પર કરવામાં આવેલા સંશોધનમાં વિજ્ઞાનિકોને તેમાં એક ચોંકાવનારી ઘટનાના પુરાવા મળ્યા. એટલે કે તે વ્યક્તિનું મગજ કાચમાં ફેરવાઈ ગયું હતું. આ એક અનોખી ઘટના હતી.
માનવ મગજ કાચમાં ફેરવાઈ ગયું હોવાના પુરાવા મળ્યા
જ્યારે ઈ.સ. 79માં આધુનિક ઇટાલીમાં નેપલ્સ નજીક માઉન્ટ વેસુવિયસ જ્વાળામુખી ફાટી નીકળ્યો, ત્યારે પોમ્પેઈ અને હર્ક્યુલેનિયમના પ્રાચીન શહેરો ઝડપથી ફરતા ખડકો અને રાખના આવરણ હેઠળ દટાઈ ગયા હતા, જેને પાયરોક્લાસ્ટિક પ્રવાહ કહેવાય છે. માનવ મગજ કાચમાં ફેરવાઈ ગયું હોવાના પુરાવા મળ્યા પછી, વિજ્ઞાનિકોએ આ સિદ્ધાંતનો ખંડન કર્યું છે, અને માને છે કે આ બે શહેરોમાં લોકો લાવાથી નહીં પરંતુ ગરમ રાખના વાદળોથી ઢંકાયેલા હોવાથી મૃત્યુ પામ્યા હશે.
એકસાથે હજારો લોકો માર્યા ગયા
આ સ્થળોએ હજારો મૃતદેહો મળી આવ્યા છે, જે સમય જતાં થીજી ગયા છે, જે પ્રાચીન રોમના રોજિંદા જીવનની ઝલક આપે છે. 1960ના દાયકામાં લગભગ 20 વર્ષીય એક વ્યક્તિના બળેલા અવશેષો રોમન સમ્રાટ ઓગસ્ટસની પૂજા માટે સમર્પિત હરકુલેનિયમ ભવનમાં એક લાકડાના પલંગ પર જોવા મળી આવ્યા હતા.

