Trump Russia Oil Issue: ટ્રમ્પની નજર રશિયાના તેલ પર કેમ અટકી? ભારત માટે ચિંતાજનક ખુલાસો, અમેરિકન મંત્રીનું મોટું નિવેદન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Trump Russia Oil Issue: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના મંત્રીએ ફોડ પાડ્યો છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે રવિવારે કહ્યું હતું કે, ‘જો અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર વધુ કડક પ્રતિબંધો લાદશે તો રશિયાનું અર્થતંત્ર સંપૂર્ણપણે બરબાદ થઈ જશે.’

અમેરિકાના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ

- Advertisement -

એક મીડિયા ઈન્ટરવ્યુમાં અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વેન્સે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાતચીત કરી હતી. ત્યારબાદ યુરોપિયન કમિશને તેમની સાથે રશિયા પર વધુ દબાણ લાવવા માટે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) કયા પગલાં લઈ શકે છે તે અંગે પણ ચર્ચા કરી હતી.’

યુક્રેનની સેના અને રશિયાના અર્થતંત્ર અંગે અમેરિકાના નાણામંત્રીએ જણાવ્યું કે, ‘અમેરિકા રશિયા પર દબાણ વધારવા માંગે છે, પરંતુ આ માટે યુરોપિયન દેશોનો ટેકો પણ જરૂરી છે. હવે સવાલ એ છે કે યુક્રેનની સેના અને રશિયાના અર્થતંત્ર ક્યાં સુધી ટકી શકશે. જો અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર વધુ પ્રતિબંધો અને વધારાના ટેરિફ લાદશે, તો રશિયાનું અર્થતંત્ર સંપૂર્ણપણે તૂટી જશે. પછી પુતિનને વાટાઘાટો કરવાની ફરજ પડશે.’

- Advertisement -

નોંધનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાથી જ જાહેર કરાયેલા 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ ઉપરાંત રશિયાના ક્રૂડ ખરીદવા માટે ભારત પર વધારાની 25 ટકા ડ્યુટી લાદી છે, જે 27મી ઓગસ્ટથી લાગુ કરવામાં આવી છે, તેથી અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે.

ટ્રમ્પે રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવા પર શું કહ્યું?

- Advertisement -

તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું ખૂબ જ નિરાશ છું કારણ કે ભારત રશિયા પાસેથી ઘણું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. અમેરિકાએ ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે, જે કુલ 50 ટકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારા સારા સંબંધો છે અને વડાપ્રધાન મોદી પણ થોડા મહિના પહેલા અમેરિકા આવ્યા હતા.’

Share This Article