Imran Khan Lucky Bisht Disclosure: પૂર્વ NSG કમાન્ડો લકી બિષ્ટે જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના કાવતરા અંગે નવી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઈમરાનના ખોરાકમાં એવી દવા આપવામાં આવી રહી છે જેનાથી તેમની યાદશક્તિ ધીરે ધીરે જતી રહે અને પછી જ્યારે તેઓ જેલમાંથી બહાર નીકળે તો રાજકારણ કરવા લાયક ન રહે. તેમણે કહ્યું કે આસિમ મુનીર, ઈમરાન ખાનને પતાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
શું કહ્યું લકી બિષ્ટે
લકી બિષ્ટે કહ્યું કે અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનની તબિયતને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સમર્થકોમાં એવી આશંકા તેજ છે કે પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના ઈશારે તેમને માનસિક રીતે નબળા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી મુક્તિ પછી પણ તેઓ રાજકારણમાં અસરકારક ન રહે.
Audio leaked from a Pakistan jail.
अदियाला जेल में बंद Imran Khan की सेहत को लेकर गंभीर सवाल उठ रहे हैं।
समर्थकों के बीच यह आशंका तेज़ है कि Asim Munir के इशारों पर उन्हें मानसिक रूप से कमजोर करने की कोशिश हो रही है ताकि रिहाई के बाद भी वो राजनीति में असरदार न रहें।#AdialaJail… pic.twitter.com/a8ASKS8CEi
— Lucky Bisht (@iamluckybisht) February 21, 2026
ઈમરાન ખાન જે જેલમાં બંધ છે તેમાં જેલ પોલીસની સાથે સાથે પંજાબ પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે અને ISI ના લોકો પણ છે. લકી બિષ્ટે એક રેકોર્ડિંગ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જેલની પોલીસને અલગ રીતે તાલીમ આપવામાં આવી રહી છે, જેઓ ઈમરાન ખાનની વિરુદ્ધ કામ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલા ઈમરાન ખાનની બહેન અલીમા ખાનમે પણ જેલમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન સાથે થઈ રહેલા વર્તન અને તેમની બગડતી તબિયત સામે અવાજ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ૨ વર્ષથી જેલમાં બંધ છે. થોડા દિવસો પહેલા કોર્ટમાં એક વકીલે દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની જમણી આંખમાં માત્ર ૧૫ ટકા રોશની બચી છે. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓએ ત્રણ મહિના સુધી તેમની ફરિયાદો પર કોઈ એક્શન લીધું નથી.

