India on Pakistan in UN:  “યોજનાએ UNમાં વખાણી ભારતની વાણી: ‘પાકિસ્તાન આતંકને ફંડ આપે છે'”

Arati Parmar
By Arati Parmar 2 Min Read

India on Pakistan in UN: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકને ટેકો અને ભંડોળ આપવાની વાત સ્વીકારી છે. આખી દુનિયાએ જોયું કે આસિફે આતંકવાદી સંગઠનોને ટેકો, તાલીમ અને ભંડોળ આપવાની કબૂલાત કરી હતી.’

‘પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે’

- Advertisement -

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફેની આ કબૂલાતથી કોઈને આશ્ચર્ય થયું નથી કારણ કે પાકિસ્તાન એક બદમાશ રાષ્ટ્ર છે જે વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આ ક્ષેત્રને અસ્થિર બનાવે છે. દુનિયા હવે આ ભય સામે આંખ આડા કાન કરી શકે નહીં. પહલગામ આતંકવાદી હુમલામાં 2008ના મુંબઈ હુમલા પછી સૌથી વધુ મૃત્યુ થયા છે. દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો ભોગ બનેલા ભારતને આવા હુમલાઓનો ભોગ બનેલા લોકો પર શું પ્રભાવ પડે છે તે સારી રીતે સમજાય છે.’

તેમણે કહ્યું કે, ‘ભારત પહલગામ હુમલા પછી વિશ્વભરના દેશો અને તેમના નેતાઓ તરફથી મળેલા સમર્થનની હૃદયપૂર્વક પ્રશંસા કરે છે. આ આતંકવાદ પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયની શૂન્ય સહિષ્ણુતા નીતિનો પુરાવો છે. અમે કોઈપણ સ્વરૂપમાં આતંકવાદની નિંદા કરીએ છીએ.’

- Advertisement -

ખ્વાજા આસિફે શું કહ્યું?

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદ અને આતંકવાદી ભંડોળને ટેકો આપવાનો લાંબો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે, ‘અમે 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.

- Advertisement -
Share This Article