India Russia Strategic Partnership: તેલથી લઈને ખાતર સુધી, ભારતને એમ જ ગળે નથી લગાવી રહ્યો મિત્ર રશિયા, એક્સપર્ટે જણાવ્યું પુતિનનો બેવડો ડર

Arati Parmar
5 Min Read

India Russia Strategic Partnership: ઈરાન ભીષણ જંગની વચ્ચે દાયકાઓ જૂના મિત્ર ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ફરીથી મજબૂત બન્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદ્યા બાદ ભારતે રશિયા પાસેથી તેલ લેવાનું ઓછું કર્યું હતું, પરંતુ હવે ઈરાન યુદ્ધ વચ્ચે બંને વચ્ચે તેલની જોરદાર ખરીદી થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ સંકટના આ સમયમાં ભારત અને રશિયાની સદાબહાર મિત્રતા પરીક્ષામાં ખરી ઉતરી છે. એટલું જ નહીં, ભારત હવે રશિયા પાસેથી ગેસ અને ફર્ટિલાઇઝર (ખાતર) પણ ખરીદવા જઈ રહ્યું છે જેની ભારતમાં મોટી અછત સર્જાઈ છે. વિદેશી બાબતોના એક્સપર્ટનું માનવું છે કે ભારત અને રશિયા વચ્ચે વધતી મિત્રતાનું મોટું કારણ ચીનનો વધતો દબદબો અને અમેરિકાનું પળેપળે બદલાતું વર્તન છે. ચાલો સમજીએ આખો મામલો…

શુક્રવારે રશિયાના ફર્સ્ટ ડેપ્યુટી પીએમ ડેનિસ માંતુરોવે કહ્યું કે ઈરાન યુદ્ધની વચ્ચે મોસ્કો ભારતને તેલ અને LNG ની સપ્લાય કરવાની ખૂબ જ સારી સ્થિતિમાં છે. માંતુરોવ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વેપાર, ઉર્જા અને ઔદ્યોગિક સહયોગ પર વાત થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત ઈચ્છે છે કે રશિયા ફરીથી ભારતને એલએનજીની સપ્લાય કરે. આ વર્ષ 2022 ના યુક્રેન હુમલા પછી પહેલીવાર હશે. ભારતીય તેલ કંપનીઓ એપ્રિલ મહિનામાં 6 કરોડ બેરલ તેલ રશિયા પાસેથી ખરીદી રહી છે. ભારત મોટા પાયે ખાતર પણ રશિયા પાસેથી લઈ રહ્યું છે જેથી ખાડી દેશોમાંથી થતી અછતને પૂરી કરી શકાય.

- Advertisement -

ભારત સાથે મળીને ચીનને સંતુલિત કરવા ઈચ્છે છે રશિયા

સિંગાપોરના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના રિસર્ચ ફેલો ઇવાન લિદારેવે સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની આ મિત્રતા હિતો પર આધારિત છે, લાગણીઓ પર નહીં. લિદારેવે કહ્યું, ‘તેમ છતાં ભારત-રશિયા સંબંધો એક મજબૂત પરંતુ ધીમે ધીમે વધુ મર્યાદિત થતી જતી ભાગીદારીને દર્શાવે છે. ઈરાન યુદ્ધે ભારતને રશિયાની વધુ નજીક જવા માટે સ્પષ્ટપણે પ્રેરિત કર્યું છે.’ બંને દેશો એક મલ્ટીપોલર વૈશ્વિક વ્યવસ્થાનું સપનું જુએ છે જે દેશોની સાર્વભૌમત્વ અને ગ્લોબલ સાઉથની વ્યાપક ભૂમિકા પર ભાર મૂકે છે.

ઇવાન લિદારેવે કહ્યું કે ભારત અને રશિયા બંને ઈચ્છે છે કે ચીનની વધતી તાકાત પર લગામ લગાવવામાં આવે. આ જ કારણ છે કે બંને દેશો મળીને બ્રિક્સ અને શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા ચીનને સંતુલિત કરવા માંગે છે. તેમણે કહ્યું કે જો ભાગીદારી ન હોત તો રશિયાએ ચીનની વધુ નજીક જવું પડત, જ્યારે ભારતે ઝડપથી વિશ્વાસ ગુમાવી રહેલા અમેરિકા સાથે નિકટતા વધારવી પડત. રશિયન ડેપ્યુટી પીએમે એવા સમયે ભારતની મુલાકાત લીધી છે જ્યારે બંને દેશો વચ્ચે એસ-400 ને લઈને એક નવી ડીલ પર હસ્તાક્ષર થયા છે.

- Advertisement -

ભારતના વિશાળ બજાર પર છે રશિયાની નજર

બીજી તરફ જેએનયુમાં એસોસિએટ પ્રોફેસર રાજન કુમારનું કહેવું છે કે ભારતે રશિયા સાથેની મિત્રતા મજબૂત કરીને મોસ્કોને સંપૂર્ણ રીતે ચીનના પક્ષમાં જતા અટકાવી દીધું. બીજી તરફ પાકિસ્તાન પણ દૂર જ રહ્યું. તેમણે કહ્યું કે રશિયા ભારત પર એટલા માટે ભરોસો કરે છે કારણ કે તેના બજારનું કદ ખૂબ મોટું છે. રાજન કુમારે કહ્યું, ‘યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોના પ્રતિબંધો લાદ્યા બાદ રશિયા માત્ર એટલા માટે બચી ગયું કારણ કે ચીન અને ભારત સતત રશિયા સાથે વેપાર કરતા રહ્યા. એવામાં રશિયા ભારત સાથેના સંબંધોને સમજે છે.’

અમેરિકાથી ભારત અને રશિયા બંને નિરાશ

હમણાં ગયા મહિને જ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે ભારતની ‘સ્વતંત્ર વિદેશ નીતિ’ ના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ મિત્રતા ‘સમયની પરીક્ષામાં ખરી ઉતરી છે.’ અમેરિકી એક્સપર્ટ માઇકલ રુબિનનું કહેવું છે કે રશિયા ઈરાન યુદ્ધનો ફાયદો ઉઠાવીને દિલ્હી સાથેના પોતાના સંબંધોને મજબૂત કરી રહ્યું છે. આ પહેલા રશિયા ભારતને સોદો કર્યા પછી પણ એસ-400 ની સમયસર સપ્લાય કરી શક્યું નથી. તેમણે કહ્યું કે ભારત અને રશિયા બંનેની અમેરિકાને લઈને પણ સહિયારી નિરાશા છે. આમ છતાં ભારતનું ભવિષ્ય કદાચ ઉથલપાથલ વાળું જ રહેશે. આની પાછળનું કારણ એ છે કે પુતિન અને ટ્રમ્પ બંને સતત ઉશ્કેરણીજનક અને એકપક્ષીય પગલાં લઈ રહ્યા છે.

- Advertisement -
Share This Article