Trump health rumors 2025: ટ્રમ્પની તંદુરસ્તી પર પ્રશ્નચિહ્ન! પુતિન જેવી હાલત હોવાનો અમેરિકનોનો દાવો

Arati Parmar
3 Min Read

Trump health rumors 2025: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને વધતી ચિંતાઓ હવે જાહેર વલણમાં પણ દેખાવા લાગી છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં લગભગ અડધા અમેરિકન્સનું માનવું છે કે, ટ્રમ્પ પોતાના સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણપણે પારદર્શક નથી, જોકે, તેઓ નિયમિતપણે ઘણી દવાઓનું સેવન કરી રહ્યા છે. 78 વર્ષની ઉંમરે પણ ફિટ હોવાનો દાવો કરતા ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગે લોકોમાં વિશ્વાસ અને શંકા બંને સ્પષ્ટ નજર આવી રહી છે. તો શું પુતિનની જેમ ટ્રમ્પનું સ્વાસ્થ્ય પણ સારું નથી?

YouGov/Economist દ્વારા 23 થી 26 મે દરમિયાન કરવામાં આવેલા આ સર્વેમાં 45% લોકોએ કહ્યું કે ટ્રમ્પ પોતાની સ્વાસ્થ્ય માહિતી વિશે “બિલકુલ નથી” અથવા “ખૂબ ઓછા” પારદર્શક રહ્યા છે, જ્યારે 42% લોકોએ તેમને વધુ પારદર્શક માન્યા છે.

- Advertisement -

સૌથી વૃદ્ધ પ્રમુખ

આ સ્થિતિ એવા સમયે સામે આવી છે જ્યારે ટ્રમ્પ પોતાની ઉંમર અને સ્વાસ્થ્ય અંગે સતત સવાલોનો સામનો કરી રહ્યા છે. 78 વર્ષ અને 7 મહિનાની ઉંમરમાં શપથ લેનારા ટ્રમ્પ અત્યાર સુધીના સૌથી વૃદ્ધ પ્રમુખ છે. જનતાની નજર હવે માત્ર તેમના નિર્ણય પર જ નહીં પરંતુ તેમની ફિટનેસ પર પણ છે.

- Advertisement -

ટ્રમ્પ એકદમ ફિટ: વ્હાઈટ હાઉસનો દાવો

એપ્રિલમાં ટ્રમ્પની વાર્ષિક મેડિકલ તપાસ બાદ વ્હાઇટ હાઉસના ફિઝિશિયન કેપ્ટન સીન બાર્બાબેલાએ તેમને ‘ઉત્તમ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં’ ગણાવ્યા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ હૃદય, ફેફસાં અને નર્વસ સિસ્ટમ સહિત અન્ય તમામ મામલે સંપૂર્ણ સ્વસ્થ છે.

- Advertisement -

અનેક દવાઓનું સેવન કરી રહ્યા ટ્રમ્પ

જુલાઈ 2024માં જ્યારે તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ગોળી લાગવાથી તેમના જમણા કાન પર એક નિશાન છે. તેઓ કોલેસ્ટ્રોલ, હૃદય રોગ અને રોસેશિયા (ત્વતા સબંધી રોગ)ની સારવાર માટે દવાઓ લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમના રિપોર્ટમાં COVID-19 સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ ઉપરાંત તેઓ હાઈપરકોલેસ્ટેરોલેમિયા અને મોટા આંતરડામાં ગાંઠ જેવી બીમારીઓથી પણ પીડાઈ રહ્યા છે.

ટ્રમ્પના સ્વાસ્થ્ય પર અમેરિકન્સ

31% લોકોનું માનવું છે કે ઉંમર અને સ્વાસ્થ્ય તેમના પ્રમુખ પદની ક્ષમતાને ગંભીર અસર કરે છે. 30% લોકોનું માનવું છે કે તેની થોડી અસર થાય છે અને 29% લોકોનું માનવું છે કે તેની કોઈ અસર નતી થતી. બીજી તરફ 62% અમેરિકન્સ ઈચ્છે છે કે પ્રમુખ તેમના સ્વાસ્થ્ય સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરે, જ્યારે 28% લોકો તેની વિરુદ્ધ છે.

બાઈડેનના સ્વાસ્થ્ય પર ટ્રમ્પે જ ઉઠાવ્યા હતા સવાલ

પૂર્વ પ્રમુખ જો બાઈડને 2024ની ચૂંટણી દરમિયાન ટ્રમ્પ સામે ચર્ચામાં ખરાબ પ્રદર્શન બાદ પોતાને અલગ કરી દીધા હતા. તાજેતરમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેમને પ્રોસ્ટેટ કેન્સર છે. અમેરિકનો પણ તેમના વિશે મિશ્ર મંતવ્યો ધરાવે છે. 61% અમેરિકનો માને છે કે બાઈડેને પોતાના સ્વાસ્થ્ય વિશે સત્ય કહ્યું ન હતું અને 57% લોકો કહે છે કે ડેમોક્રેટ પાર્ટીએ જાણી જોઈને આ માહિતી છુપાવી હતી.

પ્રમુખ ટ્રમ્પે આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ દેશ માટે ખૂબ જ ખતરનાક છે. બાઈડેનના ડૉક્ટરોએ જવાબ આપવો પડશે કે તેમણે શું છુપાવ્યું છે.

Share This Article