Iran Peace Announcement Controversy: મિડલ ઇસ્ટમાં મોટો યુ-ટર્ન! ઈરાને પડોશી દેશો પર હુમલા રોકવાની કરી જાહેરાત, રાષ્ટ્રપતિએ માગી માફી, રાખી એક શરત?

Arati Parmar
3 Min Read

Iran Peace Announcement Controversy: ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે હવે પડોશી દેશો પર હુમલા કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું છે કે ઈરાન પડોશી દેશોને ત્યાં સુધી નિશાન નહીં બનાવે જ્યાં સુધી ત્યાંની જમીન પરથી ઈરાન પર હુમલો ન થાય. ઈરાનની વચગાળાની લીડરશીપ કાઉન્સિલે આ અંગે મંજૂરી આપી દીધી છે કે હવે પડોશી દેશો પર હુમલો કરવામાં આવશે નહીં, સિવાય કે ત્યાંથી ઈરાન પર હુમલો થાય. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને આ માહિતી આપી છે. ઈરાની મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિએ છેલ્લા દિવસોમાં પડોશી દેશો પર કરવામાં આવેલા હુમલાઓ માટે માફી પણ માગી છે.

ઈરાનના રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ કતરમાં લોકોના મોબાઈલ પર એક મેસેજ મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે “સુરક્ષાનો ખતરો ખતમ થઈ ગયો છે અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે”, પરંતુ ત્યારે જ ફરીથી મિસાઈલ હુમલો થયો. ઈરાને પડોશી દેશો પર હુમલા રોકવાની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોએ વળતા પ્રહારની તૈયારી શરૂ કરી દીધી હતી.

- Advertisement -

રાષ્ટ્રપતિની માફી માગ્યા બાદ તરત જ કતરમાં હુમલો

અલજઝીરાએ અહેવાલ આપ્યો છે કે ઈરાનના રાષ્ટ્રપતિએ માફી માગ્યાના થોડા જ સમય બાદ કતરની રાજધાની દોહામાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. અહેવાલમાં જણાવાયું છે કે મિસાઈલ જમીન પર પડે તે પહેલા જ તેને ઈન્ટરસેપ્ટ (રોકી) કરી લેવામાં આવી હતી. જોકે ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઈરાનનો હવે પડોશી દેશો પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી, તેમ છતાં દોહામાં સિક્યુરિટી એલાર્મ વાગી રહ્યા છે.

હાલમાં એ જાણી શકાયું નથી કે અધિકારીઓ વચ્ચે થયેલા નિર્ણયોની જાણકારી ગ્રાઉન્ડ લેવલની સેનાને આપવામાં આવી હતી કે નહીં. કતરના સંરક્ષણ મંત્રાલયે ઈરાની મિસાઈલ હુમલાની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું છે કે “સેનાએ મિસાઈલ એટેકને ઈન્ટરસેપ્ટ કર્યો છે જેનું ટાર્ગેટ તેમનો દેશ હતો.” જોકે હજુ સુધી વધુ માહિતી આપવામાં આવી નથી કે કેટલી મિસાઈલો છોડવામાં આવી હતી અને આ હુમલો કયા ટાર્ગેટ પર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ઈરાન આત્મસમર્પણ નહીં કરે- પેજેશ્કિયન

આ ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિએ શનિવારે કહ્યું કે તેમનો દેશ ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. તેમણે કહ્યું છે કે તેમની સેના ઈઝરાયેલ પર હુમલા ચાલુ રાખી રહી છે. મસૂદ પેજેશ્કિયને આ વાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહી છે જેમાં તેમણે કહ્યું હતું કે ‘ઈરાનના બિનશરતી આત્મસમર્પણ પહેલા અમેરિકા વાતચીત નહીં કરે.’ દેશની સરકારી ચેનલ પર બોલતા પેજેશ્કિયને કહ્યું કે “તેઓ અમારા બિનશરતી આત્મસમર્પણના પોતાના સપનાઓને કબર સુધી લઈ જશે.”

તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા સુપ્રીમ લીડર અલી ખામેનેઈની હત્યા બાદથી ત્રણ સભ્યોની લીડરશીપ કાઉન્સિલ ત્યાં સુધી સત્તા સંભાળી રહી છે જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારીનું નામ જાહેર ન થાય. આમાં એક રાષ્ટ્રપતિ પેજેશ્કિયન છે જે ઉદારવાદી વિચારધારાના છે, પરંતુ ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. આ કાઉન્સિલમાં જ્યુડિશિયરીના કટ્ટરપંથી હેડ ગુલામ હુસૈન મોહસેની એજેઈ, અને વરિષ્ઠ મૌલવી અલીરેઝા અરાફી સામેલ છે. આ બંને અત્યંત ઉગ્ર વિચારધારા ધરાવે છે.

- Advertisement -
Share This Article