આતંકી સંગઠન હમાસના ભીષણ હુમલા બાદ ઈઝરાયલ હવે બે મોરચે યુદ્ધ લડી રહયુ છે.

newzcafe
3 Min Read

ઇઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહ પર જોરદાર આક્રમણ કર્યું


ઇઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહ પર જોરદાર આક્રમણ કર્યું 


તેલ અવીવ, તા. 17 : આતંકી સંગઠન હમાસના ભીષણ હુમલા બાદ ઈઝરાયલ હવે બે મોરચે યુદ્ધ લડી રહયુ છે. એક તરફ ગાઝા પટ્ટીમાં હમાસ તો બીજી તરફ લેબનાનમાં હિઝબુલ્લાહ સામે જંગના મંડાણ કરી હુમલા શરૂ કર્યા છે. દરમિયાન ઈઝરાયલના હવાઈ હુમલામાં હમાસના વધુ એક ટોચના કમાન્ડર અયમાન નોફલ ઉર્ફે અબુ મોહમ્મદનું મોત થયું છે. ઇરાન યુદ્ધમાં કૂદવાની તૈયારી કરી રહ્યું હોય એમ ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, ગાઝામાં હુમલા બંધ નહીં થાય તો મુસ્લિમ સેનાને રોકવી મુશ્કેલ બનશે. બીજી તરફ વિશ્વ નેતાઓ ઇઝરાયલ ભણી છે. જર્મન ચાન્સેલર ઇઝરાયલ પહોંચ્યા હતા, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન આવતીકાલે પહોંચશે. અમેરિકાના 2000 ચુનંદા સૈનિક પણ ઇઝરાયલની તરફેણમાં સજ્જ છે. બીજી તરફ ગાઝામાં હવે અનાજ-પાણી ખૂટી રહ્યાં?છે. ઈઝરાયલી સૈન્યએ જાહેર કર્યું કે રાતભર લેબનાનમાં હિઝબુલ્લાહના સ્થળો પર હવાઈ   હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયલી દળો ટેંકો સાથે ગાઝા પટ્ટીમાં ઓલ આઉટ હુમલાની તૈયારીમાં છે ત્યારે પેલેસ્ટાઈની સંગઠન હમાસે પણ હુંકાર ભર્યો છે કે અમે પણ ડર્યા નથી, મુકાબલો કરવા તૈયાર છીએ. ઈઝરાયલી સંરક્ષણ મંત્રી યોવ ગૈલેંટે ચેતવણી આપી છે કે હમાસના આતંકીઓ પાસે બે જ વિકલ્પ છે કાં તો બિનશરતી આત્મ સમર્પણ કરી દે અથવા મરી જાય. દુનિયાની ચિંતા વધી છે કારણ કે 11 દિવસે પણ યુદ્ધ અટકે તેવા કોઈ એંધાણ નથી અને આગામી દિવસોમાં યુદ્ધ વધુ ભીષણ બને તેવી સંભાવના છે. કોઈ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. યુદ્ધનો મૃત્યુઆંક 4ર00થી વધી ગયો છે જેમાં 1400 ઈઝરાયલી સામેલ છે. ઈઝરાયલ-લેબનાન સરહદ નજીક ર8 સ્થળેથી ઈઝરાયલે હજારો લોકોનું સ્થળાંતર કર્યુ છે. ઈઝરાયલને ભય છે કે હિઝબુલ્લાહ અહીં હુમલો કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન બુધવારે ઈઝરાયલની મુલાકાતે આવી રહ્યા છે. ઈઝરાયલ, ક્ષેત્ર અને દુનિયા માટે બાયડેનની આ મુલાકાત મહત્ત્વની બની રહેશે તેમ અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકને `એક્સ’  સંદેશથી જણાવ્યું હતું. મંગળવારે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઈઝરાયલ પહોંચ્યા હતા. જર્મનીએ હમાસની ઝાટકણી કાઢતાં ગાઝામાં માનવીય પહેલની તરફેણ કરી છે. ઈજીપ્ત સહિત અન્ય દેશોએ હિજરતી પેલેસ્ટાઈનીઓને આશરો આપવા ઈનકાર કરી દીધો છે. અન્ય એક અહેવાલ મુજબ હમાસે વિદેશીઓ સહિત કુલ રપ0 લોકોને બંધક બનાવ્યા છે. ફ્રાંસે પોતાના ર1 નાગરિકોના હમાસના હુમલામાં મૃત્યુ થયાનું તથા 11 હજૂ લાપત્તા હોવાનું જાહેર કર્યું છે. રર બંધકોના ઈઝરાયલના હવાઈ હુમલામાં મૃત્યુ થયાનું હમાસે જાહેર કર્યું છે. ઈઝરાયલ હવે નવા તબક્કાના હુમલા માટે તૈયાર છે ત્યારે હમાસ બંધકોની આડમાં સોદાબાજીની તૈયારીમાં છે.

Share This Article