કાઠમંડુઃ નેપાળમાં એર ડાયનેસ્ટીનું હેલિકોપ્ટર ક્રેશ, ચાર ચીની નાગરિકો અને પાઈલટના મોત

Reena Brahmbhatt
1 Min Read

હેલિકોપ્ટરમાં પાયલટ અરુણ મોલ ઉપરાંત અન્ય ચાર ચીની નાગરિકો હતા.

કાઠમંડુ, 07 ઓગસ્ટ. નુવાકોટના શિવપુરીમાં એર ડાયનેસ્ટીનું હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરમાં પાયલટ અરુણ મોલ ઉપરાંત અન્ય ચાર ચીની નાગરિકો સવાર હતા. તમામ મૃતદેહો મળી આવ્યા છે.

- Advertisement -

nepal chopper crash

બાગમતી પોલીસના ડીઆઈજી બિષ્ણુ કુમાર કેસીના જણાવ્યા અનુસાર, એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર, જે કાઠમંડુ એરપોર્ટથી રસુવાના સિયાફ્રુવેસી માટે ઉડાન ભરી રહ્યું હતું, બુધવારે બપોરે ક્રેશ થયું હતું. ટેકઓફની ત્રણ મિનિટમાં હેલિકોપ્ટરનો કાઠમંડુ એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સિવિલ એવિએશન ઓથોરિટીએ અકસ્માતનો સમય બપોરે 1:54નો રાખ્યો હતો. ઓથોરિટીએ જણાવ્યું કે દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ પ્રભુ હેલિકોપ્ટર કંપનીના હેલિકોપ્ટરને બચાવ કામગીરી માટે દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યું હતું.

- Advertisement -
Share This Article