Khawaja Asif Statement India Israel: ‘ભારત અને ઇઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઇસ્લામી વર્લ્ડ એકજૂથ થઈ જાય’, પાકિસ્તાની રક્ષામંત્રીના ઝેરીલા બોલ

Arati Parmar
3 Min Read

Khawaja Asif Statement India Israel: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા-ઈરાન વચ્ચેની જંગબંધી સફળ થશે. તેમણે ખાસ કરીને મુસ્લિમ જગતને સીઝફાયરની ‘રક્ષા’ કરવા અને ક્ષેત્રમાં શાંતિ માટેના જોખમો પ્રત્યે સતર્ક રહેવાની અપીલ કરી છે. ખ્વાજાએ આ દરમિયાન ભારત વિરુદ્ધ જોરદાર ઝેરીલી જીભનો ઉપયોગ કર્યો છે. તેમણે ઇઝરાયેલ અને ભારતને મુસ્લિમોના સૌથી મોટા દુશ્મન કહીને સંબોધ્યા. આસિફનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસોથી અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી ચાલી રહેલી લડાઈમાં બુધવારે સીઝફાયર થયું છે.

પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બુધવારે ઈરાનમાં સીઝફાયરના મુદ્દે નેશનલ એસેમ્બલીમાં બોલતા કહ્યું, ‘અલ્લાહ કરે કે આપણે શાંતિ અને સમાધાન સ્થાપિત કરવામાં સફળ થઈએ. ઈરાનમાં જંગબંધી ખૂબ જ ખુશીની વાત છે પરંતુ મુસ્લિમ ઉમ્માહ (ઇસ્લામિક વર્લ્ડ) એ તેની રક્ષા માટે સતર્ક રહેવું પડશે. મુસ્લિમ દુનિયાએ શાંતિ માટે પેદા થતા જોખમોથી ચોકસ રહેવાની જરૂર છે.

- Advertisement -

“શાંતિને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાન પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. ઇસ્લામ શાંતિ અને સમાધાનનો પક્ષધર છે અને અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ. ઈરાનની વર્તમાન સિદ્ધિઓએ વૈશ્વિક મંચ પર દેશને એક નવી ઓળખ અપાવી છે. જોકે આપણે ઇઝરાયેલના જોખમને ઓછું આંકવું જોઈએ નહીં.” ખ્વાજા આસિફ

ઇઝરાયેલનું જોખમ ટળ્યું નથી: આસિફ

ખ્વાજા આસિફે ક્ષેત્રમાં શાંતિને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, ‘ખાડીની બંને બાજુ ભાઈ હોવાને નાતે અમે શાંતિને પ્રોત્સાહન આપવામાં અમારી ભૂમિકા ભજવી રહ્યા છીએ. અમે એવું કરી રહ્યા છીએ કારણ કે ઇસ્લામમાં અમન પર ભાર મૂકવામાં આવ્યો છે. અમારી વર્તમાન સિદ્ધિઓએ ઇસ્લામાબાદને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવી છે.’

પાકિસ્તાની મીડિયા અનુસાર, રક્ષા મંત્રી આસિફે વૈશ્વિક સ્તરે ઇઝરાયેલના વધતા પ્રભાવ પ્રત્યે ઇસ્લામાબાદ અને ઇસ્લામી દુનિયાને ચેતવણી આપી છે. આસિફે કહ્યું કે ઇઝરાયેલનો પ્રભાવ સમગ્ર યુરોપ, અમેરિકા અને આરબ જગતમાં ફેલાઈ ચૂક્યો છે. વર્તમાન સમયમાં પાકિસ્તાન પાસે આનો વિરોધ કરવામાં નેતૃત્વની ભૂમિકા ભજવવાની મહત્વની તક છે.

- Advertisement -

ભારત માટે ઓક્યું ઝેર

ખ્વાજા આસિફે એક તરફ ઇસ્લામી વર્લ્ડમાં પાકિસ્તાનની અગ્રણી ભૂમિકાની વાત કરી તો બીજી તરફ ભારત અને ઇઝરાયેલને મુસ્લિમોના દુશ્મન ગણાવી દીધા. આસિફે કહ્યું કે ઇસ્લામી દુનિયાએ પોતાના દુશ્મનોને સ્પષ્ટપણે ઓળખી લેવા જોઈએ. મુસ્લિમોનો ઘણો સ્પષ્ટ દુશ્મન દક્ષિણ એશિયામાં ભારત અને ખાડી ક્ષેત્રમાં ઇઝરાયેલ છે.

ખ્વાજા આસિફ પાકિસ્તાનના સિનિયર નેતાઓમાં ગણાય છે પરંતુ તેઓ બડબોલાપણ માટે જાણીતા છે. ખાસ કરીને ભારતને લઈને ખ્વાજા આસિફ નિવેદનો આપતા રહ્યા છે. વિતેલા વર્ષે મે મહિનામાં ભારત-પાકિસ્તાનની ચાર દિવસની લડાઈ બાદથી ખ્વાજા આસિફે સતત ક્યારેક હુમલા કરવાની તો ક્યારેક તબાહી મચાવવાની ગીધડભભકી ભારતને આપી છે.

- Advertisement -

પાકિસ્તાન માટે ખુશીની ક્ષણ: સાદિક

ઈરાનમાં સીઝફાયર કરાવવાને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી (સંસદ) ના સ્પીકર અયાઝ સાદિકે પણ મોટી સિદ્ધિ ગણાવી છે. સાદિકે કહ્યું, ‘અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ એક ઐતિહાસિક સન્માન અને સમગ્ર પાકિસ્તાની રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે. પાકિસ્તાનના સાચા પ્રયાસો રંગ લાવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત એ જ વાતનો પુરાવો છે કે ઇસ્લામાબાદે શાનદાર કામ કરીને બતાવ્યું છે.’

Share This Article