સેન્ચુરિયનઃ ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું

Reena Brahmbhatt
2 Min Read

ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે

સેન્ચુરિયન, 13 નવેમ્બર. ચાર T20 મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની જીતનું મુખ્ય પરિબળ મધ્યમ ક્રમના બેટ્સમેન તિલક વર્માની શાનદાર બેટિંગ હતી, જેણે 51 બોલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

- Advertisement -

ભારતે આપેલા 220 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતી વખતે દક્ષિણ આફ્રિકાની ટીમે જોરદાર જુસ્સો બતાવ્યો હતો પરંતુ તે લક્ષ્ય હાંસલ કરી શકી નહોતી. યજમાન ટીમ માટે હેનરી ક્લાસને 41 રન, કેપ્ટન એડન માર્કરામે 29 રન, રેઝા હેન્ડ્રીક્સે 21 રન અને રેયાન રિક્લેટને 20 રન બનાવ્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં માર્કો જેન્સને ધમાકેદાર શોટ ફટકારીને ટીમને જીતની નજીક લઈ ગઈ હતી. યાનસને 17 બોલમાં 54 રન બનાવ્યા હતા પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર 208 રન બનાવી શકી હતી અને તેને 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ અને વરુણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી હતી. તે જ સમયે, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.

- Advertisement -

આ પહેલા ટોસ હાર્યા બાદ ફરી એકવાર ભારતીય ટીમે બેટિંગ કરીને 219 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જોકે ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર સંજુ સેમસન ઈનિંગના બીજા જ બોલ પર ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. આ પછી બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ અભિષેક શર્મા સાથે મળીને દાવને આગળ વધાર્યો અને ઝડપી ગતિએ રન પણ બનાવ્યા. બંને વચ્ચે બીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી થઈ હતી. અભિષેક 25 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ 18 રન, રિંકુ સિંહે 8 રન અને રમનદીપ સિંહે 15 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન તિલક વર્માએ પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તિલક 56 બોલમાં 107 રન બનાવીને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને એન્ડીલે સિમેલને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે માર્કો જેન્સનને સફળતા મળી હતી.

Share This Article