Minuteman III Test Launch: અમેરિકાનું શક્તિ પ્રદર્શન, મિનટમેન-3 પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ!

Arati Parmar
3 Min Read

Minuteman III Test Launch: અમેરિકાએ ફરી એક વખત વિશ્વ સામે પોતાની પરમાણુ શક્તિનું પ્રદર્શન કર્યું છે. અમેરિકાએ બુધવારે નિઃશસ્ત્ર મિનિટમેન-3 મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. તેનું પરીક્ષણ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષણનો ઉદ્દેશ્ય USAના પરમાણુ હથિયારોની સુરક્ષા, વિશ્વસનીયતા અને અસરકારકતા દેખાડવાનો હતો. આ અમેરિકાની નિયમિત પ્રવૃત્તિઓનો એક ભાગ છે. અમેરિકા આ મિસાઈલનું અગાઉ ઘણી વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરી ચૂક્યું છે.

- Advertisement -

અમેરિકાએ કર્યું શક્તિ પ્રદર્શન

આ પરીક્ષણ યુએસ એરફોર્સ અને વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મિનિટમેન-3 મિસાઈલ એક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) છે. આ પરીક્ષણ દરમિયાન મિસાઈલમાં કોઈ પણ હથિયાર લગાવવામાં નહોતા આવ્યા. મિસાઈલની ગતિવિધિઓ પર નજર રાખવા માટે લોન્ચ દરમિયાન એક ટેલિમીટર્ડ જોઈન્ટ ટેસ્ટ એસેમ્બલી રી-એન્ટ્રી વ્હીકલ લગાવવામાં આવ્યું હતું.

- Advertisement -

અમેરિકાના કાર્યકારી વાયુસેના સચિવ ગેરી એશવર્થે પોતાના નિવેદનમાં કહ્યું કે, આજનું મિનિટમેન-3 પરીક્ષણ એ દર્શાવે છે કે અમેરિકાના પરમાણુ દળો કેટલા તૈયાર, સચોટ અને વ્યાવસાયિક છે. આ પરીક્ષણ બાદ દેશના ન્યૂક્લિયર ડિટેરન્સ મિશનની અસરકારકતામાં વિશ્વાસ વધુ વધે છે. તેમણે વધુમાં કહ્યું કે આ પરીક્ષણ 377માં ટેસ્ટ એન્ડ ઈવેલ્યૂએશન ગ્રુપની દેખરેખ હેઠળ થયું. આ અમેરિકન સંસ્થા છે જે ICBMનું પરીક્ષણ કરે છે.

અમે અમેરિકા અને પોતાના સહયોગીઓની સુરક્ષા માટે તૈયાર

- Advertisement -

સ્પેસ લોન્ચ ડેલ્ટા 30ના ડેપ્યુટી કમાન્ડર કર્નલ ડોરિયન હેચરે તેમના નિવેદનમાં કહ્યું કે, ‘આ પરીક્ષણ અમેરિકાની પરમાણુ નીતિનો એક ભાગ છે. અમારું માનવું છે કે પરમાણુ હથિયારો યુદ્ધ અટકાવવામાં મદદરૂપ થાય છે. અમારા દુશ્મનોએ જાણવું જોઈએ કે, જો તેઓ હુમલો કરશે તો તેમને ભારે નુકસાન સહન કરવું પડશે. આ પરીક્ષણ આપણા દુશ્મનોને સંદેશ આપે છે કે અમેરિકા પોતાનો અને તેના સહયોગીઓની રક્ષા માટે તૈયાર છે.’

જાણો આ મિસાઈની ખાસિયતો

અમેરિકાની LGM-30G મિનટમેન-3 મિસાઈલને વિશ્વની સૌથી ઘાતક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો (ICBM) માંની એક માનવામાં આવે છે. આ મિસાઈલ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને તે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

– મારક ક્ષમતા- 13,000 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલ દુનિયાના કોઈપણ ખૂણા પર હુમલો કરી શકે છે.

– પરમાણુ ક્ષમતા- એક મિસાઈલમાં ત્રણ W78 અથવા W87 પરમાણુ વોરહેડ લઈ જવાની ક્ષમતા.

– મોર્ડન ટેક્નોલોજી- GPS નેવિગેશન અને ઓનબોર્ડ કમ્પ્યૂટર સિસ્ટમથી સજ્જ.

– સુપરસોનિક સ્પીડ- અવાજની ગતિ કરતાં 23 ગણી ઝડપથી ઉડાન ભરવામાં સક્ષમ.

– મજબૂત સુરક્ષા પ્રણાલી- દુશ્મનના સાયબર હુમલાઓ અને ઈલેક્ટ્રોનિક જામિંગથી સુરક્ષિત.

Share This Article