Mossad Intel Iran Strike: જાણો કેવી રીતે ઈરાનના રક્ષા મંત્રી અને કમાન્ડરો સહિત ૪૦ દિગ્ગજો મલબામાં દફન થઈ ગયા અને કોણે આપ્યો સુપ્રીમ લીડરને દગો

Arati Parmar
4 Min Read

Mossad Intel Iran Strike: ઈરાનના સુપ્રીમ લીડર ઈરાનમાં પોતાના ખાસ સલાહકારો સાથે પોતાના મહેલમાં બેઠક કરી રહ્યા હતા. આ બેઠક સીક્રેટ હતી પરંતુ મોસાદને કોઈએ આની જાણકારી આપી દીધી હતી. ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદના જાસૂસોને ઈરાની સરકારની અંદરથી જ જાણકારી મળી ગઈ હતી કે ખામેનેઈ ક્યાં બેઠક કરવાના છે, કેટલા વાગ્યે બેઠક કરવાના છે અને તેમની સાથે બેઠકમાં કોણ કોણ સામેલ થવાનું છે. એટલા માટે જ સામાન્ય રીતે આવા હુમલા રાતના સમયે થતા હોય છે પરંતુ મોસાદને જાણકારી મળ્યાના તુરંત બાદ ઇઝરાયેલે સવારના સમયે જ તાત્કાલિક હુમલો કરવાનો નિર્ણય લીધો.

ઇઝરાયેલ પહેલા રાત્રે સ્ટ્રાઈક શરૂ કરવાનું હતું પરંતુ સુપ્રીમ લીડર વિશે સુરાગ મળતા જ તત્કાલ હુમલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમના મોત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth પર એક પોસ્ટમાં તેમને ઇતિહાસના સૌથી ખરાબ લોકોમાંના એક ગણાવ્યા અને લખ્યું કે ખામેનેઈ માર્યા ગયા છે. ઇઝરાયેલની ચેનલ ૧૨ એ સિનિયર સૈન્ય અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે ખામેનેઈની બોડી રાષ્ટ્રપતિ મહેલના મલબામાંથી મળી છે.

- Advertisement -

મોસાદને કોણે આપી હતી સુપ્રીમ લીડરની ગુપ્ત જાણકારી?

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ગઈકાલે આપેલા ઇન્ટરવ્યુમાં સુપ્રીમ લીડર ખામેનેઈ અને રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને લઈને કહ્યું હતું કે “જ્યાં સુધી મને ખબર છે તેઓ સુરક્ષિત છે.” બીજી તરફ કેટલાક અન્ય રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુપ્રીમ લીડર સુદાન ચાલ્યા ગયા છે. રિપોર્ટ મુજબ ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદને સુપ્રીમ લીડરની ગુપ્ત બેઠકો વિશે જાણકારી મળી ગઈ હતી. મોસાદના જાસૂસોને ખબર પડી ગઈ હતી કે ઈરાનના સિનિયર લીડરો શનિવારે સવારે સ્થાનિક સમય મુજબ સવારે ૯ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનની અંદર બેઠક માટે જવાના છે.

ઈરાનના સુપ્રીમ લીડર છેલ્લા ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ રહી રહ્યા હતા. એટલા માટે જ જેવા ઇઝરાયેલને તેમના લોકેશનની ખબર પડી કે તરત જ તે કમ્પાઉન્ડ પર ૩૦-૪૦ મિસાઇલોથી હુમલો કરી દેવામાં આવ્યો. આખું રાષ્ટ્રપતિ ભવન મલબામાં ફેરવાઈ ગયું. બ્રિટિશ મીડિયાએ ગુપ્તચર એજન્સીઓના હવાલાથી કહ્યું છે કે ઓછામાં ઓછા ૪૦ સિનિયર લીડરો અને અધિકારીઓ માર્યા ગયા છે. આમાં ઈરાનના રક્ષા મંત્રી આમિર નસીરઝાદેહ, રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર મોહમ્મદ પાકપુર, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ સેક્રેટરી અલી શમખાની અને સુપ્રીમ લીડરના સૈન્ય સચિવ મોહમ્મદ શિરાઝી સામેલ હતા.

- Advertisement -

૨૦૦ ફાઇટર જેટ્સ સાથે ૫૦૦ ઠેકાણાઓ પર હુમલો

ઇઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક જ્યુડિશિયરીના હેડ ગુલામ-હુસૈન મોહસેની-એજેઈનું પણ હુમલામાં મોત થયું છે. ઇઝરાયેલે શનિવારે સાંજના સમયે ૨૦૦ ફાઇટર જેટ્સ સાથે ઈરાનની અંદર ૫૦૦ ઠેકાણાઓ પર ખૂબ જ ભીષણ હુમલા કર્યા છે. શનિવારે બપોરે ઈરાનની રેડ ક્રીસન્ટ સોસાયટીએ કહ્યું હતું કે સવારના સમયે થયેલા હુમલામાં દેશભરમાં ૨૦૧ લોકો માર્યા ગયા છે, જેમાં મિનાબની એક ગર્લ્સ સ્કૂલમાં ૮૦ લોકો માર્યા ગયા. તેણે દાવો કર્યો કે ઓછામાં ઓછા ૭૪૭ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલે પુષ્ટિ કરી છે કે હુમલાનો હેતુ ઈરાની સરકારના મોટા નેતાઓ અને અધિકારીઓને નિશાન બનાવવાનો હતો. તેણે કહ્યું છે કે ઈરાન અત્યારે હુમલાના વ્યાપને ઓછો કરીને બતાવી રહ્યું છે પરંતુ અસલમાં ઘણું વધારે નુકસાન થયું છે.

ઇઝરાયેલના એક સૈન્ય અધિકારીએ કહ્યું છે કે “આ હુમલો ઘણા મહિનાઓથી બનાવવામાં આવેલા એક ઓપરેશનલ પ્લાન પર આધારિત હતો જેનું કેન્દ્ર એક ઇન્ટેલિજન્સ કોશિશ હતી જેથી એ જાણી શકાય કે સિનિયર સરકારી અધિકારીઓ ક્યારે ભેગા થશે.” ઇઝરાયેલી અધિકારીએ કહ્યું કે “ત્રણ જગ્યાઓ પર ઈરાન સરકારની બેઠકો થઈ રહી હતી અને ત્રણેય જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો. આ દરમિયાન સરકારના અનેક સિનિયર અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા.”

- Advertisement -
Share This Article