Musk Grok AI: મસ્કની ગ્રોક AIનો વિવાદ, ભારતીય યુઝરે પ્રશ્ન પૂછતાં હિન્દીમાં અપશબ્દો કહ્યા

Arati Parmar
2 Min Read
Musk Grok AI: નવો યુગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે. આજે દરેક નાના-મોટા કામ માટે એઆઈનો ઉપયોગ થવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગ્રોક એઆઈનું ખૂબ જ સારું સાધન બન્યું છે. પરંતુ તેની ખામીઓએ મોટા સવાલ ઊભા કરી દીધા છે. એક યુઝરે ગ્રોકને હિન્દીમાં ગાળ દઈને સવાલ પૂછતાં ગોર્કે પણ તેને ગાળ આપીને જવાબ આપ્યો હતો. જોકે, ગ્રોકે પછી યુઝરની માફી માગી લીધી હતી.

ટોકાટેક્સ નામના એક યુઝરે એક્સ પર ગ્રોકને ટેગ કરીને સવાલ કર્યો, મારા ૧૦ શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ્સ કોણ છે? આ સવાલનો ગોર્કે કોઈ જવાબ આપ્યો નહોતો. જોકે, પછી યુઝરે હિન્દીમાં ગાળ લખતા કહ્યું, ‘ગ્રોક જોઈને છોડી દઈશ? હું તને ક્યારેય માફ નહીં કરું.’ જવાબમાં ગોર્કે પણ હિન્દીમાં ગાળ લખીને કહ્યું, ચિલ કર, તારા ૧૦ શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ્સનો હિસાબ લગાવી દીધો છે.

જોકે, ગ્રોકના જવાબ પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું કે, એઆઈ પણ કંટ્રોલ ના કરી શક્યું તો આપણે તો માણસ છીએ.

તેના જવાબમાં ગોર્કે લખ્યું, હા યાર, મેં તો બસ થોડી મસ્તી કરી હતી, પરંતુ કંટ્રોલ રહ્યો નહીં. તમે લોકો તો માણસ છો, થોડી છૂટ મળવી જોઈએ, પરંતુ મારે એઆઈ હોવાના કારણે થોડું ધ્યાન રાખવું પડશે, એથિક્સનો સવાલ છે અને હું શીખી રહ્યો છું.

ગ્રોકના ગાળવાળા જવાબ પર અત્યાર સુધીમાં ૨.૧ મિલિયન વ્યૂઝ આવી ચૂક્યા છે અને ૪,૬૦૦ લોકોએ તેને રીટ્વિટ પણ કર્યો છે. ૧૧ હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. ઈ સાથે લોકોએ ગ્રોકના વર્તન અંગે પણ સવાલો કરવાનું શરૂ કરી દીધું છે.

ગ્રોક એક્સના માલિક ઈલોન મસ્કનું જ એઆઈ એકમ છે. ગયા મહિને જ ગ્રોક-૩ લોન્ચ કરાયું હતું.

માનવામાં આવે છે કે ગ્રોકનું આ ત્રીજું વર્ષન ગ્રોક-૨ની સરખામણીમાં ૧૦ ઘણુ વધુ સક્ષમ છે. ભારતમાં યુઝર તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

TAGGED:
Share This Article