નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, તમે તો અચાનક `સેલિબ્રિટી’ બની ગયા…

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 16 : પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા વિજયી ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત દરમિયાન ઘણા ખેલાડીઓએ પીએમ મોદીને તેમની રમતની વસ્તુઓ ભેટ કરી હતી, તો વડાપ્રધાને હળવા મૂડમાં ખેલાડીઓને કહ્યું હતું કે, તમે તો અચાનક સેલિબ્રિટી બની ગયા છો.

તમારી ઉપસ્થિતિ સન્માનની વાત છે. બે કાંસ્ય ચંદ્રક જીતનાર નિશાનેબાજ મનુ ભાકરે તેની પિસ્તોલ ભેટમાં આપી હતી. જયારે કુસ્તી ખેલાડી અમન સહરાવત અને હોકી ગોલકીપર પીઆર શ્રીજેશે તેમની જર્સી મોદીને સોંપી હતી. જેના પર ભારતીય ખેલાડીઓના હસ્તાક્ષર હતા. અમને કુસ્તીમાં અને હોકી ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. ભારતીય હોકી ટીમના કપ્તાન હરમનપ્રિત સિંઘે તેની ટીમ તરફથી પીએમ મોદીને હોકી સ્ટીક અર્પણ કરી હતી. સ્ટાર એથ્લેટ નિરજ ચોપરા જર્મની હોવાથી ઉપસ્થિત રહ્યો ન હતો. ખેલ મંત્રી મનુસખ માંડવિયા અને ઓલિમ્પિક દળના વડા પીટી ઉષા હાજર રહ્યા હતા. તમામ ખેલાડીઓએ મોદી સાથે તેમની તસવીરો લીધી હતી. મોદીએ તેમના અનુભવો પૂછયા હતા.

- Advertisement -

olympics end

પેરિસ ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતનાર નિશાનેબાજ મનુ ભાકરે જે પિસ્તોલથી આ સફળતા મેળવી હતી તેના વિશે પીએમને જાણકારી હતી. 10 મીટર એર પિસ્તોલના મિકસ ડબલ્સમાં કાંસ્ય જીતનાર સરબજોત સિંઘ અને પ0 મીટર થ્રી પોઝિશનમાં કાંસ્ય જીતનાર સ્વપ્નિલ કુસાલેએ પણ મોદી સાથે હળવાશથી વાતો કરી હતી. આ મુલાકાત દરમિયાન કાંસ્ય ચંદ્રક ચૂકી જનાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને બતાવ્યું કે કોચ પ્રકાશ પાદુકોણે તેનો મોબાઇલ લઇ લીધો હતો. હોકી કપ્તાન હરમનપ્રિતને મોદીએ સરપંચ સાહેબ કહીને બોલાવ્યો હતો. આ તકે વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને કહ્યંy કે જે ખેલાડી ચંદ્રક જીતી શકયા નથી તેઓ હાર મગજમાંથી કાઢી નાંખે. આપે દેશને ગૌરવાન્તિત કર્યો છે. ખેલમાં કોઇ હારતું નથી, શિખે છે.

- Advertisement -
Share This Article