Indonesia age-gap wedding dowry controversy: ઈન્ડોનેશિયામાં 74 વર્ષના વરરાજા અને 24 વર્ષની દુલ્હનના 3 અબજ રૂપિયાના દહેજ સાથે વિવાદિત લગ્ન, સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય

Arati Parmar
2 Min Read

Indonesia age-gap wedding dowry controversy: ઈન્ડોનેશિયામાં એક 74 વર્ષના વરરાજા અને 24 વર્ષની દુલ્હનના લગ્ન હાલમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયામાં ચર્ચામાં છે. આ અનોખા લગ્નમાં વૃદ્ધ વરરાજાએ પોતાની દુલ્હનને લગભગ 1.8 કરોડની ‘બ્રાઈડ પ્રાઈસ’ (દહેજ) આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બંનેની ઉંમરમાં 50 વર્ષનું અંતર હોવાના કારણે આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયા છે. આ લગ્ન એક ઓક્ટોબરના રોજ પૂર્વી જાવાના પચિતન રિજેન્સીમાં થયા હતા, જ્યાં  વરરાજાનું નામ તારમાન અને દુલ્હનનું નામ શેલા અરીકા જણાવવામાં આવી રહ્યું છે. લગ્ન દરમિયાન તારમાને જાહેર રીતે ત્રણ અબજ રૂપિયા ઈન્ડોનેશિયાની કરન્સીનું દહેજ આપવાની જાહેરાત કરી હતી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ભવ્ય લગ્ન પ્રસંગમાં મહેમાનોને પરંપરાગત ગિફ્ટના બદલે લગભગ 100,000 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, દહેજ એક અબજ રૂપિયા હશે પરંતુ લગ્ન દરમિયાન તેને અચાનક વધારીને ત્રણ અબજ રૂપિયા કરી દેવામાં આવ્યું. જો કે કાર્યક્રમ બાદ વેડિંગ ફોટોગ્રાફી ટીમે આરોપ લગાવ્યો કે, કપલ ચુકવણી કર્યા વિના ગાયબ થઈ ગયું અને સંપર્ક નથી કર્યો. કેટલાક ઓનલાઈન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વૃદ્ધ વરરાજા દુલ્હનના પરિવારની મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયો છે.

- Advertisement -

ફોટોગ્રાફી કંપનીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર દહેજની અસલી રકમ અને ચેકની પ્રામાણિકતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

વિવાદ વધતા વરરાજા તારમાને સોશિયલ મીડિયા પર નિવેદન જારી કર્યું. તેણે કહ્યું કે મેં મારી પત્નીને છોડી નથી, અમે હજુ પણ સાથે જ છીએ. ત્રણ અબજ રૂપિયાનું દહેજ અસલી છે અને આ બેન્ક સેન્ટર એશિયા દ્વારા સમર્થિત છે . દુલ્હનના પરિવારે પણ સ્પષ્ટતા આપી છે કે, બંને ભાગી નથી ગયા પરંત હનીમૂન પર ગયા છે.

Share This Article