વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટ દરમિયાન આયોજિત IBSA (India, Brazil, South Africa) લીડર્સની મીટિંગ માં આતંકવાદને લઈને એક મોટું નિવેદન આપ્યું. આ બેઠકમાં પીએમ મોદીએ એક તરફ યુએનએસસી (UNSC) માં સુધારો જરૂરી હોવા પર ભાર મૂક્યો, તો બીજી તરફ તેમણે સ્પષ્ટ કહ્યું કે આતંકવાદ સામે લડતી વખતે ‘ડબલ સ્ટાન્ડર્ડ’ (બેવડા માપદંડ) માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. પીએમ મોદી સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરિલ રામફોસા દ્વારા આયોજિત ટ્રાઇલેટરલ મેકેનિઝમ મીટમાં સામેલ થયા હતા, જેમાં બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઇઝ ઇનાસિયો લૂલા ડા સિલ્વા પણ હાજર હતા.
વૈશ્વિક સંસ્થાઓ ૨૧મી સદીની વાસ્તવિકતા નથી દર્શાવતી
પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ સંસ્થાઓ (Global Institutions) ૨૧મી સદીની વાસ્તવિકતા નથી દર્શાવતી.
તેમણે કહ્યું, “આપણામાંથી કોઈ પણ યુએન સિક્યોરિટી કાઉન્સિલનો પરમેનન્ટ મેમ્બર નથી. આનાથી સ્પષ્ટ ખબર પડે છે કે ગ્લોબલ સંસ્થાઓ હવે આજની દુનિયાનું પ્રતિનિધિત્વ નથી કરતી. તેથી IBSA એ દુનિયાને એક મેસેજ આપવો જોઈએ કે સંસ્થાકીય સુધારા કોઈ વિકલ્પ નહીં, પરંતુ જરૂરીયાત છે.”
આતંક સામે મળીને લડવું પડશે
વડાપ્રધાને કહ્યું કે આપણે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મળીને કામ કરવું જોઈએ. આટલા ગંભીર મુદ્દા પર બેવડા માપદંડ માટે કોઈ જગ્યા ન હોઈ શકે. દુનિયાભરમાં શાંતિ અને ખુશહાલી માટે એકજૂથ અને નિર્ણાયક કાર્યવાહી જરૂરી છે. વડાપ્રધાને સુરક્ષા સહયોગને મજબૂત કરવા માટે દેશોની NSA-લેવલની મીટિંગ ને સંસ્થાકીય (Institutional) બનાવવાની અપીલ પણ કરી.
IBSA માત્ર ૩ દેશોનું ગ્રુપ નથી
પીએમ મોદીએ બેઠક પર ભાર મૂકતા કહ્યું કે હ્યુમન-સેન્ટ્રિક ડેવલપમેન્ટ, મલ્ટીલેટરલ રિફોર્મ અને સસ્ટેનેબલ ગ્રોથ પર ફોકસ કરતી ઘણી જરૂરી પહેલ થઈ છે. તેમણે કહ્યું કે IBSA માત્ર ત્રણ દેશોનું ગ્રુપ નથી, પરંતુ ત્રણ ખંડો (Three Continents), ત્રણ મોટા લોકશાહી દેશો (Democracies) અને ત્રણ મોટી ઇકોનોમીઝ (Economies) ને જોડતું એક જરૂરી પ્લેટફોર્મ છે.
શું અમેરિકા માટે મોટો ઝટકો?
ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનકાળમાં ત્રણેય દેશોને US સાથે પોતાની-પોતાની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠકને અમેરિકાને જવાબ તરીકે જોવામાં આવી રહી હતી, જોકે રાજદ્વારી સૂત્રોએ આ વાતને નકારી કાઢી હતી. એક્સપર્ટ્સના મતે રિયોમાં ૨૦૨૪ G20 સમિટ દરમિયાન પણ એક મોટી IBSA સમિટ મીટિંગ થઈ હતી.

