Nepal Election 2026: નેપાલમાં કોણ બનશે PM, બાલેન શાહ થી લઈને ભારત વિરોધી કેપી ઓલી સુધી, ચૂંટણીમાં કોનો દાવો કેટલો મજબૂત?

Arati Parmar
4 Min Read

Nepal Election 2026: નેપાલમાં ચૂંટણી માટે મંચ પૂરી રીતે સજી ગયો છે. દેશના મતદારો ૫ માર્ચે નવી સરકાર પસંદ કરવા માટે મતદાન કરશે. આના પર દુનિયાની નજર છે કારણ કે સપ્ટેમ્બર ૨૦૨૫ ના યુવાઓના હિંસક પ્રદર્શન બાદ આ પહેલી ચૂંટણી છે. સપ્ટેમ્બરના પ્રદર્શન બાદ તે સમયના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર પડી ગઈ હતી. ઓલી બાદ નિપાલના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીના નેતૃત્વમાં બનેલી વચગાળાની સરકાર ચૂંટણી કરાવી રહી છે. આવો જાણીએ કે ચૂંટણીમાં કયા નેતાઓને આગામી PM તરીકે જોવામાં આવી રહ્યા છે.

આ ચૂંટણીમાં નેપાલના વડાપ્રધાન પદની રેસમાં એક મહત્વનું નામ રેપરથી નેતા બનેલા કાઠમંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહનું છે, જેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતા છે. ચાર વાર વડાપ્રધાન રહી ચૂકેલા કેપી ઓલી એકવાર ફરી ચૂંટણી મેદાનમાં છે, જેઓ યુનિફાઈડ માર્કસિસ્ટ-લેનિનિસ્ટના નેતા છે. નેપાલી કોંગ્રેસ પાર્ટીના ૪૯ વર્ષના ગગન થાપા કિસ્મત અજમાવી રહ્યા છે. ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂકેલા પુષ્પ કમલ દહલ નેપાલી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા તરીકે મેદાનમાં છે.

- Advertisement -

નેપાલી રાજનીતિનો યુવા ચહેરો બાલેન્દ્ર શાહ

બાલેન્દ્ર શાહ (બાલેન) છેલ્લા કેટલાક સમયમાં યુવાનોમાં પોલિટિકલ બદલાવના સિમ્બોલ તરીકે ઉભર્યા છે. ગયા વર્ષે તેમણે ઓલી સરકાર વિરોધી પ્રદર્શનોનું સમર્થન કર્યું હતું. ૩૫ વર્ષના બાલેને હિપ-હોપ આર્ટિસ્ટ તરીકે શરૂઆતી ઓળખ બનાવી. તેમના ગીતો ભ્રષ્ટાચાર અને અસમાનતા વિરુદ્ધ રહેતા હતા. એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર શાહ રેપર તરીકે પ્રખ્યાત રહ્યા છે.

બાલેન્દ્ર શાહને ૨૦૨૨ માં મોટી રાજકીય સફળતા મળી, જ્યારે તેઓ કાઠમંડુના ઈન્ડિપેન્ડન્ટ મેયર ચૂંટાયા. બાલેન શાહે સોશિયલ મીડિયા દ્વારા પોતાની છબી યુવાનોના નેતા અને ભ્રષ્ટાચાર સામે લડનારા તરીકે બનાવી છે. ગયા વર્ષે ડિસેમ્બર ૨૦૨૫ માં તેઓ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) માં સામેલ થયા. પાર્ટીએ તેમને PM નો ચહેરો બનાવીને પૂર્વ વડાપ્રધાન ઓલીની સીટ પરથી ઉતાર્યા છે.

- Advertisement -

નેપાલના રાજકીય દિગ્ગજ કેપી શર્મા ઓલી

કેપી શર્મા ઓલીને નેપાલની રાજનીતિના ઘડાયેલા ખેલાડી માનવામાં આવે છે. જોકે ૭૩ વર્ષના નેતા ગયા વર્ષે પોતાની સરકાર વિરુદ્ધનો વિદ્રોહ સંભાળી શક્યા નહોતા અને તેમને વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું. સત્તા ગયા હોવા છતાં તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ-UML (યુનિફાઈડ માર્કસિસ્ટ લેનિનિસ્ટ) ના ફરીથી નેતા ચૂંટાયા અને ચૂંટણી મેદાનમાં છે. ઓલીએ ચાર વાર નેપાલના વડાપ્રધાન તરીકે કામ કર્યું છે. તેઓ કિશોરાવસ્થામાં જ રાજકીય રીતે સક્રિય થઈ ગયા હતા. ૧૯૭૩ માં રાજાશાહી વિરુદ્ધ કેમ્પેઈન ચલાવવા માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ઘણા વર્ષો તેઓ જેલમાં રહ્યા હતા.

ગગન થાપા પણ અજમાવી રહ્યા છે નસીબ

નેપાલના સૌથી જૂના રાજકીય પક્ષ નેપાલી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાવવા માટે આંતરિક વિદ્રોહનું નેતૃત્વ કર્યા બાદ ગગન થાપા એક મહત્વના પોલિટિકલ ખેલાડી તરીકે ઉભર્યા છે. ૪૯ વર્ષના થાપા વિદ્યાર્થી કાળથી જ નેપાલી કોંગ્રેસ સાથે જોડાઈ ગયા હતા. વર્ષ ૨૦૦૬ માં તેઓ તે વિદ્રોહના મહત્વના પાત્ર બન્યા, જેણે રાજાને ગાદી છોડવા મજબૂર કર્યા. થાપા નિપાલના હેલ્થ મિનિસ્ટર રહી ચૂક્યા છે. થાપા ઉપરાંત ૭૧ વર્ષના પુષ્પ કમલ દહલ પણ મેદાનમાં છે. દહલ ત્રણ વાર નેપાલના PM રહી ચૂક્યા છે.

- Advertisement -

નેપાલ ચૂંટણી ૨૦૨૬ ના આંકડા

નેપાલમાં ૫ માર્ચે યોજાનારી ચૂંટણીમાં ૬૫ પોલિટિકલ પાર્ટીઓ મેદાનમાં છે. નેપાલમાં મતદાન બાદ તરત જ કાઉન્ટિંગ શરૂ થઈ જશે. મતદાનના આગામી ૨૪ કલાકની અંદર ૧૬૫ ડાયરેક્ટ-ઇલેક્ટેડ બેઠકોના પરિણામ જાહેર થવાની આશા છે. એટલે કે ૬ અથવા ૭ માર્ચે એ સ્પષ્ટ થઈ જશે કે નેપાલની સત્તા કોના હાથમાં જશે.

Share This Article