વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયડન સાથે શિખર મંત્રણા

Reena Brahmbhatt
3 Min Read

વોશિંગ્ટન, તા. 21 : નવમીવાર અમેરિકા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કવાડ શિખર સંમેલનથી પહેલાં ડેલાવેયર સ્થિત અમેરિકી રાષ્ટ્રતિ જો બાયડનના નિવાસસ્થાને જ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ લખાય છે ત્યારે, 12 અને 40 મિનિટે મંત્રણા ચાલુ છે અને ક્યા મુદ્ઓ પર વાતચીત થઈ, તે બધી વિગતોની રાહ જોવાઈ રહી છે.

ભારતીય સમય અનુસાર શનિવારની રાત્રે દોઢ વાગ્યે શરૂ થનારી કવાડની શિખર બેકઠ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને આલિંગન આપી ઉષ્માભેર સ્વાગત કરતાં વડાપ્રધાન મોદીને પોતાના ઘરમાં તેડી ગયા હતા. દુનિયાભરના દેશોની જેના પર મીટ મંડાઈ હતી તેવી વિશ્વના બે દિગ્ગજ નેતાઓની આજે મોડી રાત્રે યોજાયેલી બેઠક પૂર્વે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. સિક્રેટ સર્વિસના અધિકારીઓ રાષ્ટ્રપતિના ઘરની બહાર સતત તૈનાત રહ્યા હતા. ખાસ કરીને ચીનના મુદ્દા સાથે વિશ્વભરમાં ઉચાટ ફેલાવનારા ઈઝરાયલ-હમાસ વચ્ચે અને યુક્રેન-રશિયાના યુદ્વ જેવા મુદ્દે ચર્ચા થવાની હતી. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના દસ વર્ષના કાર્યકાળમાં આજે નવમી વખત અમેરિકાના પ્રવાસે પહોંચ્યા હતા.

- Advertisement -

b01gp6iG modi

તેઓ ફિલાડેલ્ફિયા પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હવાઈ મથકે આવ્યા હતા. પીએમ અહીં અનેક ઉચ્ચસ્તરીય બેઠકો અને કાર્યક્રમોમાં સામેલ થશે. આજે અમેરિકા પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી હોટેલ ડયૂપોન્ટ પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોએ ઉત્સાહભેર તેમને આવકાર્યા હતા. મોદીને મળનારા એક ભારતીય સભ્યે કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીને નિહાળીને ઉત્સાહિત છીએ. અમને તેમના પર ગર્વ છે. અમે તેમના લાંબો આયુષ્યની કામના કરીએ છીએ.પીએમ મોદીનું ગરબા સ્ટાઈલમાં આગવી રીતે સ્વાગત કરાયું હતું.

- Advertisement -

મોદીએ અહીં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદીએ `એક્સ’ પર ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, ફિલાડેલ્ફિયા પહોંચી ગયો છું. આજનો કાર્યક્રમ ક્વાડ શિખર સંમેલન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની સાથે દ્વિપક્ષીય મુલાકાત પર કેન્દ્રિત રહેશે. મને વિશ્વાસ છે કે દિવસભરની ચર્ચાઓ આપણા ગ્રહને બહેતર બનાવવા અને મુખ્ય વૈશ્વિક પડકારોને પહોંચી વળવામાં યોગદાન આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય સમુદાયે અમેરિકામાં પોતાની ઓળખ બનાવી છે અને વિભિન્ન ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ સ્થાપ્યો છે. તેમની સાથે વાતચીત કરવી હંમેશાં ખુશીદાયક હોય છે. રવિવારે ભારતીય સમયાનુસાર રાત્રે 9.30 કલાકે ન્યૂયોર્કમાં હું `મોદી એન્ડ યુએસ’ કાર્યક્રમને સંબોધિત કરીશ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આવતીકાલે ન્યૂયોર્ક જશે અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે તેમજ અમેરિકાની મુખ્ય કંપનીઓના ટોચના અધિકારીઓને મળશે. પોતાની યાત્રાના અંતિમ દિવસે સોમવારે મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં `ભવિષ્યના શિખર સંમેલન’ને સંબોધિત કરશે.

Share This Article