Russia Advice Trump: ઈરાન સંકટ વચ્ચે રશિયાની અમેરિકાને ખરી-ખરી, શાંતિ માટે પાકિસ્તાન નહીં, ભારતની શાખ પર ભરોસો કરો

Arati Parmar
3 Min Read
Russia Advice Trump

Russia Advice Trump: પશ્ચિમ એશિયામાં ટ્રમ્પ પોતાની એક પછી એક ભૂલોના કારણે ઈરાનની સામે નબળા પડી ગયા છે. ચારેય બાજુથી ઘેરાયા પછી તેઓ કોઈક રીતે પીસ ડીલ દ્વારા આ યુદ્ધ ખતમ કરવા માંગે છે પરંતુ અહીં પણ તેમણે પાકિસ્તાનને મીડિએટર (મધ્યસ્થ) બનાવીને મોટી ચૂક કરી દીધી છે. પોતાની શાખ બચાવવા માટે ટ્રમ્પ હવે ચીનના ચોકઠે પહોંચ્યા છે, જેના પછી રશિયાએ તેમને ખરી-ખરી સંભળાવતા સાચો રસ્તો બતાવી દીધો છે. રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે બ્રિક્સના મંચ પરથી સાફ કહી દીધું છે કે જો ટ્રમ્પ વાસ્તવમાં શાંતિ ઈચ્છે છે તો તેમણે ભારતના રાજદ્વારી અનુભવ અને મદદ પર ભરોસો કરવો જોઈએ.

રશિયાએ US ને આપી ભારતને પસંદ કરવાની સલાહ

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે દિલ્હીથી વોશિંગ્ટનને એકદમ બે-ટૂક મેસેજ આપી દીધો છે. તેમણે સાફ કહ્યું કે ઈરાન અને અમેરિકા વચ્ચે મચેલા ઘમાસાણને શાંત કરવા માટે પાકિસ્તાન હાલમાં નાની-મોટી મદદ તો કરી રહ્યું છે, પરંતુ જો આ ઝઘડાનો પાકો અને લાંબો ઉકેલ જોઈએ તો દુનિયાએ ભારત પાસે આવવું પડશે. લાવરોવનું માનવું છે કે ભારત પાસે રાજદ્વારી બાબતોનો એટલો જબરદસ્ત અને જૂનો અનુભવ છે કે તે એક મજબૂત મધ્યસ્થની ભૂમિકા સૌથી શ્રેષ્ઠ રીતે ભજવી શકે છે.

પાકિસ્તાન પર ભરોસો નહીં

સીધા શબ્દોમાં કહીએ તો રશિયાએ અમેરિકાને સમજાવી દીધું છે કે શાંતિ માટે પાકિસ્તાનની નહીં, પરંતુ ભારતની શાખ પર ભરોસો કરવો જ સાચો નિર્ણય હશે. રશિયાની આ સલાહ એવા સમયે આવી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગમાં શી જિનપિંગ સાથે આ મસલા પર માથાપચ્ચી કરી રહ્યા છે.

- Advertisement -

ચીન કેમ પહોંચ્યા ટ્રમ્પ

જણાવી દઈએ કે ઈરાન વૉરની વચ્ચે ટ્રમ્પ ચીન પ્રવાસે પહોંચ્યા છે. ટ્રમ્પના આ પ્રવાસ પાછળ છુપાયેલી વ્યુહરચના છે. ટ્રમ્પ પોતાના જ દેશમાં હારેલા યુદ્ધને લઈને ઘેરાઈ ગયા છે. અમેરિકી લોકો મોંઘવારીનો માર અને ટ્રમ્પની વૉર નીતિઓથી કંટાળી ચૂક્યા છે. હવે ટ્રમ્પ, પોતાના રાઇવલ (પ્રતિસ્પર્ધી) ચીન પાસેથી એક એવી ડીલ ઈચ્છે છે, જે તેમની ઈમેજને સુધારી શકે. તેઓ ચીનને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે જેથી ઈરાન સંકટ પર કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે. દુનિયાને તેમની આ બેચેની સાફ નજરે આવી રહી છે. ટ્રમ્પની આ હાલત જોઈને રશિયાએ કામની સલાહ દીધી છે.

US ને ધોકો આપી ચૂક્યું છે પાકિસ્તાન

રશિયાનું આ નિવેદન સીધા કહીએ તો પાકિસ્તાનની કાબિલિયત પર સવાલ ઊભો કરે છે. રશિયાનું માનવું છે કે પાકિસ્તાનનો ઉપયોગ માત્ર ‘ફાયર ફાઇટિંગ’ માટે કરી શકાય છે, પરંતુ ભારત પાસે તે રાજદ્વારી અનુભવ અને શાખ છે જે બે કટ્ટર દુશ્મનોને એક ટેબલ પર લાવી શકે. રશિયા જ નહીં અમેરિકામાં પણ પાકિસ્તાનની ભૂમિકા પર સવાલો ઊઠી ચૂક્યા છે. વિતેલા દિવસોમાં જ્યારે પાકિસ્તાને ઈરાની જેટ્સને નૂર ખાન એરબેઝ પર છુપાવ્યા હતા ત્યારે અમેરિકાને મોટો ધક્કો લાગ્યો હતો.

- Advertisement -

આ પણ વાંચો: Trump China Relations: ચીન પર ટ્રમ્પના નરમ થતા વલણને તેમના સમર્થકો કેવી રીતે જોઈ રહ્યા છે? – Newz Cafe

Share This Article