Putin Immortality Plan: પુતિનનો 26 બિલિયન ડોલરનો ‘અમરત્વ’ પ્લાન
1. શું થયું? હોટ માઈકમાં શું પકડાયું?
ગયા સપ્ટેમ્બર 2025 માં બેઈજિંગમાં મિલિટરી પરેડ વખતે પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping ની વાતચીત હોટ માઈકમાં રેકોર્ડ થઈ ગઈ
પુતિન: “બાયોટેકનોલોજી સત વિકસી રહી છે. માનવ અંગોનું સત ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. જેટલું વધુ જીવો એટલા વધુ જવાન થાઓ, અને અમરત્વ પણ મળી શકે”
Xi Jinping: “આ સદીમાં માણસ 150 વર્ષ જીવી શકે એવી આગાહી છે”
પુતિને પાછળથી કબૂલ પણ કર્યું કે હા, અમે લોન્જેવિટી વિશે વાત કરી હતી
2. પુતિનનો મોટો પ્લાન – 26 બિલિયન ડોલર
રશિયાએ “New Health Preservation Technologies” નામનો નેશનલ પ્રોગ્રામ શરૂ કર્યો. કિંમત: 26 બિલિયન ડોલર
લક્ષ્ય: ઉંમરની પ્રક્રિયા ધીમી કરવી + ખરાબ અંગો બદલવા + માણસની આયુ વધારવી
3. કઈ ટેકનોલોજી પર કામ ચાલે છે?
જીન થેરાપી: કોષની ઉંમર ધીમી કરવાની દવા બનાવે છે. રશિયાના નાયબ વિજ્ઞાન મંત્રીએ કહ્યું “ઉંમર સામેની લડાઈમાં સૌથી આશાસ્પદ રસ્તો”
ઓર્ગન બાયોપ્રિન્ટિંગ: 3D પ્રિન્ટરથી જીવતા ટિશ્યુ અને અંગ બનાવે છે. રશિયન વૈજ્ઞાનિકો દાવો કરે છે કે માઉસની થાઈરોઈડ ગ્રંથિ અને માણસનું કોમલાસ્થિ પ્રિન્ટ કરી ચૂક્યા. 2030 સુધીમાં આખા માનવ અંગ બદલવાનો ટાર્ગેટ
ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન: પ્રાણીમાં માનવ અંગ ઉગાડવા. ખાસ કરીને મિની-પિગ માં માનવ લીવર, કિડની, હાર્ટ ઉગાડવાની ટ્રાયલ ચાલે છે. કારણ: પિગના જીન માણસ સાથે મળતા આવે
ક્રાયોથેરાપી: પુતિન -112°C ના બરફવાળા પાણીમાં બેસે છે. પહેલાના ઓસ્ટ્રિયાના ચાન્સેલરે કહ્યું પુતિને પોતે આના ફાયદા સમજાવ્યા હતા
પેપ્ટાઈડ થેરાપી: વાછરડાના ટિશ્યુમાંથી બનેલી ખાસ પેપ્ટાઈડ દવા લે છે
4. આ પ્લાન કોણ સંભાળે છે?
પુતિનની દીકરી મારિયા વોરોન્ત્સોવા એન્ડોક્રિનોલોજિસ્ટ છે એ આ પ્રોજેક્ટ સંભાળે છે. સાથે વૈજ્ઞાનિક મિખાઈલ કોવાલચુક પણ છે
5. સાયન્સ શું કહે છે?
નિષ્ણાતો કહે છે: “વારંવાર અંગ બદલવાથી અમરત્વ મળે એ વાત સરળ છે, પણ ખોટી”
કારણ: 1. એટલા અંગ મળે ક્યાંથી? 2. દર વખતે સર્જરીનું જોખમ વધે 3. મગજ તો બદલી શકાય નહીં
MIT Technology Review પણ કહે છે: “અંગ બદલવાથી રેડિકલ રીતે આયુ ના વધે”
*ટૂંકમાં
પુતિન 73 વર્ષના છે. રશિયામાં પુરુષની સરેરાશ આયુ 68 જ વર્ષ છે. એટલે પોતાની આયુ વધારવા માટે રાજ્યના પૈસે 26 બિલિયન ડોલરનું રિસર્ચ ચાલુ કર્યું છે.
અમેરિકાના જેફ બેઝોસ, સેમ ઓલ્ટમેન પણ આ જ રિસર્ચમાં પૈસા રેડે છે. પણ પુતિનનું રશિયન રિસર્ચ આંતરાષ્ટ્રીય જર્નલમાં ઓછું પબ્લિશ થયું છે

