CBI Arrests Amitabh Jhunjhunwala: અંબાણી ગ્રૂપને મોટો ફટકો: 6,000 કરોડના બેંક કૌભાંડમાં RComના પૂર્વ MD અમિતાભ ઝુનઝુનવાલાની CBI દ્વારા ધરપકડ

Arati Parmar
4 Min Read

CBI Arrests Amitabh Jhunjhunwala: CBI એ SBI ની આગેવાની હેઠળના બેંકોના જૂથને 6,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવાના આરોપમાં Reliance Communication Group ના ટોચના અધિકારી અમિતાભ ઝુનઝુનવાલાની ધરપકડ કરી છે.

CBI એ નિવેદનમાં આપી માહિતી

- Advertisement -

CBI એ સોમવારે માહિતી આપતા નિવેદનમાં જણાવ્યું કે તેઓ તે સમયે Reliance Communication Group ના Group Managing Director હતા અને Corporate Finance, Banking અને Fund Management જેવા મહત્વના કાર્યોનું નિયંત્રણ સંભાળી રહ્યા હતા.

શું છે અમિતાભ ઝુનઝુનવાલા પર આરોપ

- Advertisement -

અમિતાભ ઝુનઝુનવાલાએ Loan અને Advance માટે બેંકના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. તેમના નિર્દેશોના આધારે, બેંકો પાસેથી મેળવેલી Loan નું સંચાલન અથવા ઉપયોગ RCom Group ના અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપ છે કે Loan ના દુરુપયોગના કારણે બેંકોને અયોગ્ય નુકસાન વેઠવું પડ્યું હતું.

તપાસમાં આવ્યું સામે

- Advertisement -

તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું કે વિવિધ બેંકો પાસેથી Loan મેળવવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. કંપની દ્વારા Loan ચૂકવવામાં નિષ્ફળ રહેવાના કારણે ખાતા NPA બની ગયા છે. આ માટે તેઓ Reliance Communications Group ની કંપનીઓના પ્રમોટર્સ પાસેથી નિર્દેશો મેળવી રહ્યા હતા.

અનિલ વિરુદ્ધ નોંધાઈ FIR

Central Bureau of Investigation (CBI) એ State Bank of India પાસેથી મળેલી ફરિયાદના આધારે Reliance Communications Limited અને અનિલ ડી. અંબાણી વિરુદ્ધ આ FIR નોંધી છે. તેમના પર બેંકને 2,929.05 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરો છે.

બેંકને કેટલાનું થયું નુકસાન

State Bank of India ની આગેવાની હેઠળ 11 બેંકોના Consortium એ Reliance Communications Limited ને Term Loan મંજૂર કરી હતી, જેમને કુલ મળીને 6,015 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ફરિયાદ અનુસાર, 17 જાહેર ક્ષેત્રની બેંકો સાથે સંબંધિત RCom ની કુલ જવાબદારી 19,694.33 કરોડ રૂપિયા હતી.

Supreme Court ની દેખરેખ હેઠળ ચાલી રહી છે તપાસ

CBI એ વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને LIC ની ફરિયાદોના આધારે RCom, RHFL, RCFL અને RTL વિરુદ્ધ 6 અન્ય FIR પણ નોંધી છે. આ કેસોની તપાસ ચાલી રહી છે. આ કેસોની તપાસ પર Supreme Court ની દેખરેખ છે.

તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા ઝુનઝુનવાલા

અમિતાભ ઝુનઝુનવાલા Enforcement Directorate, દિલ્હી દ્વારા તપાસ કરવામાં આવી રહેલા એક કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા અને દિલ્હીની તિહાર જેલમાં બંધ હતા. વર્તમાન કેસમાં તેમને કસ્ટડીમાં લેવા માટે મુંબઈના વિશેષ જજ પાસેથી પ્રોડક્શન વોરંટ મેળવવામાં આવ્યા હતા.

AIIMS મોકલીને કરાવી તપાસ પછી મુંબઈ મોકલ્યા

જેલ સત્તાવાળાઓએ આરોપીને તબીબી પરીક્ષણ માટે નવી દિલ્હી સ્થિત AIIMS માં મોકલ્યા હતા. AIIMS ના મેડિકલ બોર્ડ દ્વારા તપાસ કર્યા પછી ઝુનઝુનવાલાને મુસાફરી માટે સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી, તેમને મુંબઈ લાવવામાં આવ્યા અને 1 જૂનના રોજ મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

CBI એ 29 મેના રોજ દાખલ કરી હતી પહેલી Charge Sheet

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે રજૂઆત પછી, CBI એ તેમની ઔપચારિક ધરપકડ કરી, જેને કોર્ટે રેકોર્ડ પર નોંધી લીધી હતી. આ પછી, આરોપીને CBI ના RCom કેસમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા અને આર્થર રોડ જેલ મોકલી દેવાયા. તેમની પોલીસ કસ્ટડીની અરજી પર આવતીકાલે સુનાવણી થશે. CBI એ RCom કેસમાં 29 મે 2026 ના રોજ 16 આરોપીઓ વિરુદ્ધ પોતાની પહેલી Charge Sheet દાખલ કરી હતી, જેમાં કંપની, RCom ના પાંચ વરિષ્ઠ અધિકારીઓ અને 10 બેંક અધિકારીઓ સામેલ હતા.

આ પણ વાંચો: Congress To BJP Defection: કોંગ્રેસ મુક્ત ભારત કે કોંગ્રેસ યુક્ત ભાજપ? જાણો 2014થી 2021 વચ્ચે પક્ષપલટો કરનારા નેતાઓનું નફા-નુકસાનનું ગણિત – Newz Cafe

Share This Article