Russia Plane Crash: 49 મુસાફરોને લઈ જતું રશિયન વિમાન ક્રેશ, કોઈના બચવાની શક્યતા નથી

Arati Parmar
2 Min Read

Russia Plane Crash: રશિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયા-ચીન સરહદ પર ગુમ થયેલ રશિયન વિમાન ક્રેશ થયું છે અને તેમાં સવાર તમામ 49 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, વિમાન ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં કોઈના બચવાની શક્યતા નથી. રશિયાના સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર છે. થોડા સમય પહેલા, એક સ્થાનિક રશિયન અધિકારીએ ગુમ થયેલ વિમાન વિશે માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્વી અમુર ક્ષેત્રમાં રશિયન એર ટ્રાફિક કંટ્રોલનો વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. આ વિસ્તાર રશિયા અને ચીનની સરહદ પર આવેલો છે. ગુમ થયેલ વિમાન સાઇબિરીયા સ્થિત અંગારા એરલાઇન્સનું એન્ટોનોવ-24 વિમાન હતું.

ગંતવ્ય સ્થાનથી થોડા કિલોમીટર પહેલા સંપર્ક તૂટી ગયો

- Advertisement -

રશિયન એજન્સી TASS અનુસાર, અંગારા એરલાઇન્સનું વિમાન બાલાગોવેશેન્સ્કથી ચીન સરહદ પર અમુર પ્રદેશમાં ટિંડા એરપોર્ટ જઈ રહ્યું હતું. વિમાનમાં 43 મુસાફરો સવાર હતા, જેમાં પાંચ બાળકો તેમજ છ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. સ્થાનિક ગવર્નર વેસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે વિમાનની શોધખોળ ચાલી રહી છે. જ્યારે વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો, ત્યારે તે તેના ગંતવ્ય સ્થાનથી થોડા કિલોમીટર દૂર હતું. એક નિવેદનમાં, ટિન્ડા એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયા પછી તેમાં આગ લાગી હતી. વિસ્તારના હવાઈ સર્વેક્ષણ પછી, MI-8 હેલિકોપ્ટરના ક્રૂએ જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈના બચવાની શક્યતા નથી.

રશિયન કટોકટી મંત્રાલયે કહ્યું કે વિમાનનો કાટમાળ મળી આવ્યો છે, પરંતુ મંત્રાલયે વધુ કોઈ માહિતી આપી નથી.

- Advertisement -
Share This Article