શનાકાના નસીબ આડું પાંદડું: બે બોલમાં ત્રણ વખત શૂન્યમાં આઉટ

Reena Brahmbhatt
1 Min Read

કોલંબો, તા. 29 : શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર દાસુન શનાકાની કિસ્મત સાથ દઈ રહી નથી. તે બેટિંગ દરમિયાન ખાતું ખોલવા માટે પણ તરસી રહ્યો છે. શનાકા ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 શ્રેણીના શરૂઆતી બે મેચમાં શૂન્યમાં પેવેલિયન પરત ફર્યો હતો. પહેલા મેચમાં કોઈપણ બોલ રમ્યા વિના જ રનઆઉટ થયો હતો જ્યારે રવિવારના બીજા મુકાબલામાં રવિ બિશ્નોઈએ પહેલા જ બોલે તેને બોલ્ડ કર્યો હતો. શનાકાએ ટી20 ઇન્ટરનેશલમાં શૂન્યની હેટ્રિક કરી છે.

dasun sanka shri lanka cricket 2

- Advertisement -

ઇન્ડિયા સામે શ્રેણી પહેલા ટી20 વિશ્વકપ 2024માં નેધરલેન્ડ સામે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે એક બોલ રમીને ડકનો શિકાર બન્યો હતો. શનાકા બે બોલમાં ત્રણ વખત આઉટ થતા સૌકોઈ હેરાન છે. શનાકા પુરુષ ટી20 ક્રિકેટમાં ઝીરોની બે હેટ્રિક કરનારો પહેલો ખેલાડી બન્યો છે. 2017માં ઓસ્ટ્રેલિયા, ભારત અને પાકિસ્તાન સામે શૂન્યમાં આઉટ થયો હતો.

Share This Article