Indonesia earthquake 5.7 magnitude: ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં 5.7ની તીવ્રતાનો રવિવારે (17 ઓગસ્ટ) જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન ભૂગર્ભીય સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતું. અત્યાર સુધી અધિકારીઓએ કોઈ જાનહાનિ કે નુકસાનની જાણકારી આપી નથી. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયામાં ઇન્ડોનેશિયામાં ભૂકંપની આ બીજી ઘટના છે. અગાઉ 12 ઓગસ્ટના રોજ પશ્ચિમ પાપુઆ પ્રાંતમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અફઘાનિસ્તાન અને જાપાન પણ હચમચ્યાં
જ્યારે શનિવારે મોડી રાતે અફઘાનિસ્તાન અને જાપાનમાં પણ ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતાની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં 4.9ની રહી હતી જ્યારે તેનું પણ કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હતું. જોકે જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા હજુ જાણી શકાઈ નથી.