Israel-Hamas War: ગાઝા પટ્ટી પર સતત ઈઝરાયલ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ એટલી ભયાનક થઈ ચુકી છે કે, મોત હવે દરરોજની હકીકત બની ગઈ છે. તાજેતરના આંકડા અનુસાર, છેલ્લાં 24 કલાકમાં 51 પેલેસ્ટાઇનના લોકોના મોત નિપજ્યા છે. જોકે, 369 લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. તેમાં અનેક લોકો એવા પણ છે, જે ફક્ત માનવીય મદદ માટે પહોંચતા હતા.
બોમ્બારાથી ગાઝા કાટમાળમાં બદલાયું
ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઓક્ટોબર, 2023થી શરૂ આ સંઘર્ષમાં અત્યાર સુધી 61, 827 પેલેસ્ટાઇના લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં 1,55,275 લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. સતત થઈ રહેલા બોમ્બારા અને ગોળીબારે ગાઝાને કાટમાળમાં બદલી દીધો છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે કર્યો ખુલાસો
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે ખુલાસો કર્યો કે, મે મહિનાથી અત્યાર સુધીમાં 1760 લોકો માનવીય સહાયતા મેળવવાના પ્રયાસમાં જ મોતને ભેટ્યા. આ સંખ્યા ઓગસ્ટની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યા તેનાથી ઘણાં વધારે છે. ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 27 મે બાદથી ફક્ત 1898 લોકોના મોત તો મદદ માંગવામાં જ થયા છે, આ સિવાય હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સ્કૂલ પર હુમલો
ગાઝા સિટીથી આવતી તસવીરો હચમચાવનારી છે. શુક્રવારે સાંજે ઈઝરાયલ હુમલાનો નિશાનો એક સ્કૂલ બની હતી, અહીં વિસ્થાપિત પરિવાર શરણ લઈ રહ્યા હતા. આ હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો મોતને ભેટ્યા હતા.
ભૂખ સામે જંગ
ગાઝામાં મોત ફક્ત ગોળી અને બોમ્બથી જ નથી થઈ રહ્યા, પરંતુ ભૂખ પણ હવે જીવ લેવા લાગી છે. સૂપ કિચનની બહાર બાળકો, મહિલાઓ અને વડીલોની લાંબી લાઇન જોવા મળે છે. દરેક લોકોને એક સમય ભોજન પણ નથી મળતું. આકાશમાં વિમાન દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે, પરંતુ આ મદદ પૂરી નથી પડી રહી.
કુપોષણ છીનવી માસૂમ જિંદગી
ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે 14 ઓગસ્ટે જણાવ્યું કે, હજુ સુધી ભૂખ અને કુપોષણથી 239 લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાં 106 માસૂમ બાળકો સામેલ છે. આ દરમિયાન, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, તેમણે ઉત્તર ગાઝાના બેત હનૂન વિસ્તારમાં હમાસની એક મોટી ટનલને બ્લોક કરી દીધી છે. 2.4 કિ.મી લાંબી અનેક ભૂમિગત સંરચનાઓને તબાહ કરી દીધી છે.
ગાઝાની ચીખ દુનિયાભરમાં ગૂંજી
IDFનું કહેવું છે કે, તેમના ઓપરેશનમાં હાલમાં જ ખાન યુનિસ વિસ્તારમાં હમાસના વરિષ્ઠ કમાન્ડર નાસિર મૂસાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પરંતુ, જમીન પર દ્રશ્ય સંપૂર્ણ રીતે અલગ છે. લોકો બેઘર, ભૂખ્યા અને અંદરથી તૂટી ગયા છે. ગાઝાની શોક અને ચીસોનો પડઘો હવે દુનિયાભરમાં સંભળાઈ રહી છે. વિશ્વના ઘણા દેશો મદદ કરવા માંગે છે, પરંતુ બધા ખાલી હાથે છે.