Pakistan Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક! બલૂચ લિબરેશન આર્મીએ 120 મુસાફરોને બંધક બનાવ્યાનો દાવો

Arati Parmar
1 Min Read

Pakistan Train Hijack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 100થી વધારે લોકોને બંધક બનાવ્યા છે. આ સાથે ચેતાવણી પણ આપી છે કે, જો તેમની સામે કોઈપણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં 120 મુસાફરો સવાર હતા.

ટ્રેનમાં સવાર સેના અને ISIના લોકો

- Advertisement -

બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, ATF (Anti Terrorism Force) અને ISI(Inter-Services Intelligence)ના એક્ટિવ-ડ્યૂટી કર્મી સામેલ છે. આ તમામ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ ચેતાવણી આપી છે કે, જો ટ્રેનમાં હાજર સૈનિકોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો તો તમામ બંધકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.

મહિલાઓ અને બાળકોને કર્યા મુક્ત

ઓપરેશન દરમિયાન, BLAના આતંકવાદીઓએ મહિલા, બાળકો અને બલૂચ યાત્રીઓને મુક્ત કરી દીધા છે. મળતી માહિતી મુજબ, BLAની ફિદાયીન યુનિટ, મજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ફતેહ સ્ક્વૉડ અને STOS તેમજ ગુપ્ત શાખા ઝીરાબનો સમાવેશ થાય છે.

Share This Article