Switzerland Ski Resort Fire: સ્વિટ્ઝરલેન્ડમાં ન્યૂ યર પાર્ટીમાં મોટી દુર્ઘટના, સ્કી રિસોર્ટમાં ભીષણ આગથી મચ્યો હાહાકાર, ૧૦૦ થી વધુ લોકો દાઝ્યા અને અનેક પ્રવાસીઓના મોતની આશંકા

Arati Parmar
2 Min Read

Switzerland Ski Resort Fire: સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી એ સમયે માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે એક સ્કી રિસોર્ટમાં ધડાકો થયો, જેમાં અનેક લોકોના મોત થવાની આશંકા છે. આ ઘટનામાં ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કટોકટી સેવાઓએ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં ધડાકાની વાત કહેવામાં આવી રહી હતી, પરંતુ હવે રેસ્ટોરન્ટમાં આગ લાગવાનો દાવો કરવામાં આવ્યો છે.

આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ સ્કી રિસોર્ટ માટે પ્રખ્યાત શહેર ક્રાન્સ મોન્ટાનાના રિસોર્ટમાં લાગી હતી. ક્રાન્સ-મોન્ટાના શહેર સ્વિસ આલ્પ્સની વચ્ચે આવેલું છે. આગ રિસોર્ટની રેસ્ટોરન્ટમાં લાગી હતી, જ્યાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી. આગને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં અનેક વિદેશી નાગરિકો પણ સામેલ છે. આગવાળી જગ્યાને સીલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે રિસોર્ટની આસપાસના વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. આગ કોઈ દુર્ઘટનાને કારણે લાગી હતી કે તેની પાછળ કોઈ કાવતરું છે, પોલીસ તેની તપાસ કરી રહી છે.

- Advertisement -

પોલીસે શું કહ્યું

ક્રાન્સ મોન્ટાના પોલીસના પ્રવક્તા ગેટન લેથિયને જણાવ્યું હતું કે, ‘આગ આજે વહેલી સવારે લગભગ ૧:૩૦ વાગ્યે ‘લે કોન્સ્ટેલેશન’ નામના એક બારમાં લાગી હતી. ઘટના સમયે ઇમારતમાં સોથી વધુ લોકો હતા અને અનેક લોકોના મોતની આશંકા છે તથા ઘણા લોકો ઘાયલ થયા છે.’ લેથિયને કહ્યું કે અસરગ્રસ્ત પરિવારો માટે એક રિસેપ્શન સેન્ટર અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. લેથિયને ઉમેર્યું કે, ‘અમે અત્યારે અમારી તપાસની શરૂઆતમાં છીએ, પરંતુ આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત સ્કી રિસોર્ટ છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.’

- Advertisement -
Share This Article