Tulsi Gabbard to visit India: અમેરિકાથી ખાસ મહેમાન! US નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડનો ભારત પ્રવાસ

Arati Parmar
2 Min Read

Tulsi Gabbard to visit India: યુએસ ડાયરેક્ટર ઑફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની બહુરાષ્ટ્રીય મુલાકાતના ભાગરૂપે ભારતની મુલાકાત લેશે. તુલસી ગબાર્ડ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ અને સ્વતંત્રતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે મજબૂત સંબંધો બનાવવા માટે આ સફર કરી રહ્યા છે. પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે.

તુલસી ગબાર્ડ જાપાન, થાઇલૅન્ડ અને ભારતની મુલાકાત લેશે

- Advertisement -

આ પ્રવાસ દરમિયાન તુલસી જાપાન, થાઇલૅન્ડ અને ભારતની મુલાકાત લેશે. બધાની નજર તુલસીના ભારત પ્રવાસ પર છે. બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના અધિકારીની આ પ્રથમ ભારત મુલાકાત હશે.

- Advertisement -
Share This Article