Two Indian origin women in Canada cabinet: કેનેડાના નવા વડા પ્રધાન તરીકે માર્ક કાર્નીએ પોતાનું પદ સંભાળી લીધું છે. તેઓએ તેમની કેબિનેટમાં ભારતવંશીય બે મહિલાઓને લીધાં છે. 58 વર્ષનાં અનિતા આનંદને, નવીનીકરણ, વિજ્ઞાન અને ઉદ્યોગ વિભાગ તથા 36 વર્ષનાં કમલા ખેરાને આરોગ્ય વિભાગ ફાળવવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે આ બંને ટ્રુડોનાં મંત્રીમંડળમાં પહેલાં પણ હતાં જ આ વખતે તે બંનેને કેબિનેટમાં લેવામાં આવ્યાં છે.
દિલ્હીમાં જન્મેલા ખેરા જ્યારે શાળામાં જ હતાં ત્યારે તેઓનું કુટુંબ કેનેડા પહોંચ્યું હતું. ત્યાર પછી યોર્ક યુનિવર્સિટી રાહૈટોમાંથી તેઓએ બી.એસ.સી.ની ડિગ્રી મેળવી હતી. ૨૦૧૬માં તેઓ બ્રેમ્પટન વેસ્ટ મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. તેઓ રજીસ્ટર્ડ નર્સ બન્યા. નર્સ તરીકે પણ કાર્ય કર્યું, તે પછી કોમ્યુનિટી વોલેન્ટીયર તરીકે સેવાઓ આપી. એક પ્રતિબદ્ધ સમાજ સેવિકા તરીકે તેઓએ ઘણાનાં જીવનમાં પ્રકાશ અને શાંતિ સ્થાપ્યાં. ખેરાએ ટ્રુડો સરકારમાં વિરષ્ઠ નાગરિકો માટેનો વિભાગ સંભાળ્યો હતો. તે પછી અંતરરાષ્ટ્રીય ઘટનાઓનો વિભાગ તેઓને સોંપાયો. તેઓએ નેશનલ રેવન્યુ અને આરોગ્ય મંત્રી અનિતા આનંદ નોવા સ્કોરિયામાં મોટાં થયાં. ૧૯૮૫માં ઓલોરિયોમાં સ્થિર થયાં એક સમયે ટ્રુડો છૂટા થવાના હતા ત્યારે વડાપ્રધાનની સ્પર્ધામાં ઊભાં રહ્યાં હતાં પરંતુ પછીથી લિબરલ પાર્ટીમાં યોજાયેલી આંતરિક ચૂંટણી પૂર્વે તેઓએ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. ૨૦૧૯માં સૌથી પહેલીવાર ઓકચિલે મતવિસ્તારમાંથી સાંસદ પદે ચૂંટાયાં. ૨૦૧૯માં ટ્રેઝરી બોર્ડનાં પ્રમુખ પદે તેઓની વરણી થઈ તે પછી રાષ્ટ્રીય સંસદમાં મંત્રી પદે પણ હતાં અત્યારે તેઓ પબ્લિક સર્વિસીઝ એન્ડ પ્રોક્યોરમેન્ટનાં મંત્રીપદે છે.
આમ ભારતીઓએ વિદેશોમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે.