Us Israel Iran War: અમેરિકા અને ઈઝરાયેલનો ત્રણ દિવસ પહેલા શરૂ થયેલો ઈરાન પરનો હુમલો એક મોટા પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાન પર પહેલા દિવસે થયેલા ઈઝરાયેલ અને અમેરિકાના ભારે હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા, જેના પછી તેહરાન મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરી રહ્યું છે. સમગ્ર મિડલ ઈસ્ટમાં સીધા અને વળતા હુમલા થઈ રહ્યા છે, જેનાથી આખો વિસ્તાર એક ખતરનાક ઝોનમાં તબદિલ થઈ ગયો છે. ઈરાને ઈઝરાયેલની સાથે જ મિડલ ઈસ્ટમાં અમેરિકાના સહયોગી દેશો પર પણ તાબડતોબ હુમલા કર્યા છે.
10 થી વધુ ઈન્ટરસેપ્ટરથી બચીને નીકળી મિસાઈલ
આ દરમિયાન ઈરાનની એક હાઈપરસોનિક મિસાઈલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના લક્ષ્ય પર પડતા પહેલા દસથી વધુ ઈન્ટરસેપ્ટરથી બચતી જોવા મળી રહી છે. રાત્રિના સમયે લેવામાં આવેલી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એકસાથે અનેક ઈન્ટરસેપ્ટર લોન્ચ કરવામાં આવે છે, પરંતુ ઈરાની મિસાઈલ વીજળીની ઝડપે આગળ વધતા લક્ષ્ય પર પડે છે. આ પછી જમીન પર જોરદાર ધડાકો થાય છે.
💥IRANIAN HYPERSONIC MISSILE EVADES MORE THAN 10 INTERCEPT ROCKETS TO HIT TARGET
the camera man just calmly records like it’s a firework display. 🫤 pic.twitter.com/PfQzcJR3ar
— Radar 𝘸 Archie🚨 (@RadarHits) March 1, 2026
વીડિયોને એક્સ (X) પર એક યુઝરે શેર કર્યો છે, જેને જોતા એવું લાગે છે કે આકાશમાં આતશબાજીનું પ્રદર્શન ચાલી રહ્યું હોય. આના પર કેપ્શન આપવામાં આવ્યું છે કે ઈરાની હાઈપરસોનિક મિસાઈલે લક્ષ્ય પર હુમલો કરવા માટે 10 થી વધુ ઈન્ટરસેપ્ટર રોકેટને થાપ આપી દીધી.
ઈરાની મિસાઈલોએ મિડલ ઈસ્ટમાં મચાવી તબાહી
ઈરાની મિસાઈલોએ ઈઝરાયેલથી લઈને કુવૈત અને સાઉદી અરેબિયા સુધી તબાહી મચાવી છે. સોમવારે ઈરાની હુમલા વચ્ચે કુવૈતના સંરક્ષણ મંત્રાલયે અનેક અમેરિકી ફાઈટર જેટ ક્રેશ થવાની જાણકારી આપી છે. જોકે, જેટ ક્રેશ થતા પહેલા પાઈલટ સફળતાપૂર્વક ઈજેક્ટ થવામાં સફળ રહ્યા હતા. કુવૈતી અધિકારીઓએ તરત જ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. તમામ ક્રૂને બહાર કાઢીને મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે ક્રેશના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને કુવૈતી અધિકારીઓ અમેરિકાની સાથે મળીને કામ કરી રહ્યા છે. આ દરમિયાન કુવૈતમાં એક F-15 ફાઈટર જેટ પડવાનો વીડિયો સામે આવ્યો છે. એક અન્ય ઘટનામાં ઈરાની ડ્રોને સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોની એક રિફાઈનરીને નિશાન બનાવી છે, જેનાથી ત્યાં મોટી આગ લાગી ગઈ છે.

