Valero Refinery Explosion Texas: ઈરાન સાથે જંગ વચ્ચે અમેરિકાની મોટી રિફાઈનરીમાં વિસ્ફોટ, લાદવામાં આવ્યું ઈમરજન્સી લોકડાઉન, અકસ્માત કે હુમલો?

Arati Parmar
2 Min Read

Valero Refinery Explosion Texas: અમેરિકાના દક્ષિણી રાજ્ય ટેક્સાસમાં એક તેલ રિફાઈનરીમાં જોરદાર ધડાકો થયો છે. ધડાકા બાદ રિફાઈનરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ધડાકાના કારણો જાણી શકાયા નથી. આ દરમિયાન અધિકારીઓએ આસપાસ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે આદેશ જારી કરી દીધો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વેલેરો એનર્જીની રિફાઈનરીમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

વેલેરો એનર્જીમાં પ્રતિદિન 4,35,000 બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે અને તે દેશના સૌથી મોટા તેલ કેન્દ્રોમાંનું એક છે. આગ લાગ્યા બાદ તેને ઈમરજન્સી લોકડાઉન હેઠળ બંધ કરી દેવામાં આવ્યું છે. આગ લાગવાની આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન સાથેના યુદ્ધના કારણે અમેરિકામાં પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ વચ્ચે તેહરાન સાથે વાતચીતનો પ્રયાસ કરી રહ્યા છે.

- Advertisement -

રિફાઈનરીમાં બ્લાસ્ટ અકસ્માત કે કાવતરું?

જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ એક અકસ્માત છે કે તેનો ઈરાન યુદ્ધ સાથે કોઈ સંબંધ છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક સમય મુજબ સોમવારે સાંજે લગભગ 6:60 વાગ્યે એક જોરદાર ધડાકો સંભળાયો હતો, જેની અસર આસપાસમાં આવેલા પોર્ટ આર્થર, ગ્રોવ્સ અને નેધરલેન્ડ કસબા સુધી અનુભવાઈ હતી. અધિકારીઓએ ચેતવણી આપી છે કે રિફાઈનરી પાસે રહેતા લોકો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ચાલ્યા જાય.

પોર્ટ આર્થર ઈમરજન્સી મેનેજમેન્ટ અધિકારીઓએ એક એલર્ટમાં લખ્યું છે, ‘આસપાસના તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વેલેરો રિફાઈનરીમાં હાલમાં જ થયેલા ધડાકાને જોતા તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવા માટે આદેશ આપવામાં આવ્યો છે.’

- Advertisement -

રિફાઈનરીમાં કેવી રીતે લાગી આગ?

રિફાઈનરીમાં ધડાકા અને ત્યારબાદ લાગેલી આગના કારણો જાણી શકાયા નથી. અધિકારીઓએ કોઈના ઘાયલ થવા કે નુકસાન અંગે પણ કોઈ માહિતી આપી નથી. વેલેરો એનર્જીએ અકસ્માત પર તાત્કાલિક કોઈ નિવેદન આપ્યું નથી.

Share This Article