– ભારત સાથે જ આઝાદ થયેલાં પાક.ની સ્થિતિ ઘણી જ બદતર છે,

newzcafe
3 Min Read

શું નવાઝ શરીફ સ્વદેશ પાછા ફરશે, શું તેઓ પાકિસ્તાનને ડૂબતું બચાવી શકશે ?


શું નવાઝ શરીફ સ્વદેશ પાછા ફરશે, શું તેઓ પાકિસ્તાનને ડૂબતું બચાવી શકશે ?


– ભારત સાથે જ આઝાદ થયેલાં પાક.ની સ્થિતિ ઘણી જ બદતર છે, ચીન પાસેથી લીધેલાં ધીરાણોને લીધે તે ગળાં ડૂબ દેવામાં ડૂબી ગયું છે


ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં બે વખત વડાપ્રધાનપદે રહેલા નવાઝ શરીફ ચાર વર્ષ પછી સ્વદેશ આવી પહોંચ્યા છે. સ્વદેશ પહોંચતાં પૂર્વે તેઓએ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિની ઉગ્ર ટીકા કરી હતી. કહ્યું હતું કે, દેશમાં અરાજકતા વ્યાપી રહી છે. સાથે કહ્યું હતું કે તેઓની જ પાર્ટી પાકિસ્તાન-મુસ્લીમ લીગ (નવાઝ શરીફ) જ દેશને આર્થિક સંકટમાંથી ઉગારી શકશે.


તે સર્વવિદિત છે કે, પોતાનો ઇલાજ કરાવવાનાં નામે તેઓ ૨૦૧૯માં લંડન ચાલ્યા ગયા હતા ત્યારે પાકિસ્તાનની સ્થિતિ સ્થિર હતી. અત્યારે તો તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.


પાકિસ્તાનના પૂર્વ વિત્ત મંત્રી અને પી.એમ.એલ. (એન)ના નેતા ઇશાક ડારે પુષ્ટિ કરી હતી કે, ૭૩ વર્ષીય પી.એન.એલ. (એન)ના સુપ્રિમો ચાર્ટર્ડ વિમાન દ્વારા દુબઈથી પાકિસ્તાન આવી પહોંચ્યા છે. અહીં એક કલાક રોકાયા પછી લાહોર પાસે ભારતની સરહદ નજીક ઊભા કરાયેલા મિનાર-એ-પાકિસ્તાનની મુલાકાતે જશે.


દુબઈ એરપોર્ટ પર પત્રકારોને તેમણે કહ્યું હતું કે ૨૦૧૭નાં પ્રમાણમાં પાકિસ્તાનની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ છે. તે સર્વવિદિત છે કે, પાકિસ્તાનની એક કોર્ટે નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરાવ્યા હતા. તેઓને જેલની સજા પણ થઈ હતી પરંતુ ૨૦૧૯માં તબીયતનાં બહાને તેઓ લંડન ચાલ્યા ગયા હતા, (સુપ્રીમ કોર્ટે પણ ૨૦૧૭માં તેઓને પીએમ પદ માટે અયોગ્ય ઠરાવ્યા હતા.)


પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ તો અત્યંત ખરાબ થઈ છે. વિપક્ષો તે માટે શાસક પક્ષ પી.એન.એલ.(એન) ઉપર આક્ષેપ કરી રહ્યાં છે. પાકિસ્તાન તેહરિક એ ઈન્સાફ (પી.ટી.આઈ.) દેશમાં મુખ્ય વિપક્ષ છે. તેના નેતા ઇમરાનખાન અત્યારે જેલમાં છે.


પાકિસ્તાનની જનતા પણ નવાઝ શરીફના જ ભાઈ શહનાઝ શરીફની સરકાર ઉપર બેફામ વધતી મોંઘવારી અને સાથે ફેલાતી બેકારી અંગે જનતા આક્ષેપબાજી કરી રહી છે. તંત્ર ચલાવવા ફાંફા મારતા શહબાઝ શરીફે ચીન પાસેથી અઢળક ધીરાણ મેળવ્યું છે. તેના હપ્તા પણ ચૂકવી શકે તેમ નથી. પાકિસ્તાન અત્યારે ચીનનાં દેવામાં ગળાંડૂબ છે. ત્યારે, નિરીક્ષકો પૂછે છે કે, આ અરાજક સ્થિતિમાંથી નવાઝ શરીફ પાકિસ્તાનને ઉગારી શકશે કે કેમ તે મહત્ત્વનો પ્રશ્ન છે.

Share This Article