Bhangarh Fort: ભાનગઢનો કિલ્લો: એ રહસ્યમય સામ્રાજ્ય જ્યાં સૂર્યાસ્ત પછી જીવતા જવું એટલે મોતના મોંમાં જવું!
ઇતિહાસ અને રહસ્યની સરહદ:
ભારતમાં આમ તો હજારો કિલ્લાઓ છે, પણ રાજસ્થાનના અલવર જિલ્લામાં અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલો ભાનગઢનો કિલ્લો’દુનિયાની સૌથી ડરામણી અને રહસ્યમય જગ્યાઓમાં ટોચ પર આવે છે. આ ભારતની એકમાત્ર એવી સરકારી માન્યતા પ્રાપ્ત જગ્યા છે, જ્યાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) એ સત્તાવાર બોર્ડ માર્યું છે કે: *”સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં આ કિલ્લાની અંદર પ્રવેશવાની સખત મનાઈ છે. પરંતુ, એક સમયે ધમધમતું આ આખું શહેર રાતોરાત સ્મશાનમાં કેવી રીતે ફેરવાઈ ગયું? તેની પાછળ છુપાયેલી છે પ્રેમ, વાસના અને કાળા જાદુની એક લોહીયાળ કહાની.
રાજકુમારી રત્નાવતી અને તાંત્રિક સિંધિયાની અધૂરી વાસના
વાત છે ૧૬મી સદીની. ભાનગઢના રાજા માધોસિંહના પુત્રી રાજકુમારી રત્નાવતી અદભુત સુંદરી હતા. તેમની સુંદરતાની ચર્ચા આખા રાજપૂતાનામાં હતી. એ જ રાજ્યમાં ‘સિંધિયા’ નામનો એક તાંત્રિક રહેતો હતો, જે કાળા જાદુમાં માહિર હતો. રત્નાવતીને જોતાં જ તાંત્રિક તેના પ્રેમમાં પાગલ થઈ ગયો અને કોઈપણ ભોગે તેને મેળવવાના મનસૂબા ઘડવા લાગ્યો.
એક દિવસ રાજકુમારીની દાસી બજારમાં સુગંધિત તેલ ખરીદવા ગઈ. તાંત્રિક સિંધિયાએ પોતાના કાળા જાદુથી એ તેલ પર વશીકરણ મંત્ર ફૂંક્યો, જેથી જેવું રાજકુમારી એ તેલ લગાવે, તે તાંત્રિક તરફ ખેંચાઈ આવે. પરંતુ, રત્નાવતી પોતે પણ ન્યાયપ્રિય અને ચતુર હતા. તેમને તેલની બોટલ જોતાં જ શંકા ગઈ અને તેમણે એ તેલ એક મોટા પથ્થર પર ઢોળી દીધું.
પથ્થર ફર્યો અને તાંત્રિકનો ખેલ ખતમ
વશીકરણ તેલની અસર એવી થઈ કે એ વિશાળ પથ્થર તીવ્ર ગતિથી ગબડતો ગબડતો તાંત્રિક સિંધિયા તરફ દોડ્યો અને તેને કચડી નાખ્યો. મરતાં મરતાં તાંત્રિકે આખા ભાનગઢને એક ભયાનક શ્રાપ આપ્યો: આ કિલ્લામાં વસતો એકપણ જીવ બચી નહીં શકે, આ આખું નગર રાતોરાત નાશ પામશે અને અહીં મરનારાઓની આત્માઓ ક્યારેય મુક્ત નહીં થાય, તેઓ અહીં જ ભટકશે!”
એ જ રાત્રે સર્જાયો વિનાશ
અકસ્માત કે શ્રાપની અસર? તાંત્રિકના મૃત્યુના થોડા જ દિવસોમાં ભાનગઢ અને પાડોશી રાજ્ય અજબગઢ વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધમાં રાજકુમારી રત્નાવતી સહિત ભાનગઢના હજારો સૈનિકો અને નાગરિકોની ક્રૂરતાપૂર્વક કતલ કરવામાં આવી. આખું નગર લોહીની નદીઓમાં ડૂબી ગયું અને ત્યારથી આજ દિન સુધી આ કિલ્લો વેરાન છે.
આજનો સૌથી મોટો કોયડો ભાનગઢના કિલ્લાની આસપાસ બનેલા ઘરો કે દુકાનો પર ક્યારેય છત ટકતી નથી! લોકો આજે પણ ત્યાં ધાબું ભરે છે, તો તે આપોઆપ તૂટી પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આજે પણ રાત્રે ત્યાં તલવારોના ખખડાટ, સ્ત્રીઓના રડવાનો અને ઘૂંઘરુનો અવાજ સંભળાય છે.
જેઓ ઇતિહાસના શોખીન છે અથવા પેરાનોર્મલ (અલૌકિક) રહસ્યોમાં રસ ધરાવે છે, તેમના માટે ભાનગઢ આજે પણ એક વણઉકેલાયેલી પહેલી છે.
Bhangarh Fort History Gujarati
Most Haunted Places in India
Princess Ratnavati Bhangarh Story
Tantrik Singhia Curse
Rajasthan Historical Mysteries
ભાનગઢ કિલ્લાનો રહસ્યમય ઇતિહાસ

