Marshall Milton A.N.C.: માર્શલના શાનદાર Milton A.N.C. હેડફોન ભારતમાં લોન્ચ, ૮૦ કલાક સુધીની બેટરી અને એડેપ્ટિવ ANC ની સુવિધા

Arati Parmar
3 Min Read

Marshall Milton A.N.C.: Marshall ભારતીય બજારમાં પોતાના નવા Milton A.N.C. વાયરલેસ ઓન-ઈયર હેડફોન લોન્ચ કરી દીધા છે. નવા હેડફોનમાં એડેપ્ટિવ એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC), બ્લૂટૂથ ૬.૦, સ્પેશિયલ ઓડિયો અને ૮૦ કલાક સુધીની બેટરી લાઈફ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીના મતે, માર્શલ Milton A.N.C. ને ટ્રાવેલ અને લાંબા સમય સુધી ઉપયોગને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેમાં ફોલ્ડેબલ ડિઝાઈન અને મેમરી ફોમ ઈયર કુશન મળે છે.

Marshall Milton A.N.C. ની કિંમત અને ઉપલબ્ધતા

- Advertisement -

Marshall Milton A.N.C. ની ભારતમાં કિંમત ૧૯,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. તેનું વેચાણ ૨ જુલાઈથી માર્શલની અધિકૃત વેબસાઈટ, એમેઝોન અને દેશભરના મુખ્ય રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.

એડેપ્ટિવ ANC અને સાઉન્ડ ફીચર્સ

- Advertisement -

Marshall Milton A.N.C. માં એડેપ્ટિવ ANC ટેકનિક આપવામાં આવી છે, જે આસપાસના શોરને સતત એનાલાઈઝ કરીને રિયલ-ટાઈમમાં નોઈઝ કેન્સલેશનનું લેવલ એડજસ્ટ કરે છે. તેની સાથે ટ્રાન્સપરન્સી મોડ પણ મળે છે, જેથી જરૂર પડતા યુઝર્સ આસપાસનો અવાજ પણ સાંભળી શકે છે.

હેડફોનમાં એડેપ્ટિવ લાઉડનેસ ફીચર આપવામાં આવ્યું છે, જે વોલ્યુમ અને આસપાસના માહોલ મુજબ ઓડિયોને પોતાની મેળે એડજસ્ટ કરે છે. જ્યારે સાઉન્ડસ્ટેજ સ્પેશિયલ ઓડિયો ફીચર સ્ટીરિયો ઓડિયોમાં વધારે ઊંડાણ અને બહેતર સાઉન્ડ એક્સપિરિયન્સ આપવાનો દાવો કરે છે. તેને માર્શલ કમ્પેનિયન એપ દ્વારા કંટ્રોલ કરી શકાય છે.

- Advertisement -

કનેક્ટિવિટી અને અન્ય સુવિધાઓ

Marshall Milton A.N.C. માં બ્લૂટૂથ ૬.૦ વિથ LE ઓડિયોનું સપોર્ટ મળે છે. આ SBC, AAC, LC3 અને LDAC ઓડિયો કોડેક્સ સાથે આવે છે. હેડફોનમાં બ્લૂટૂથ મલ્ટિપોઈન્ટ, USB ટાઈપ-C ટુ ૩.૫mm વાયર્ડ કનેક્ટિવિટી અને છ માઈક્રોફોન આપવામાં આવ્યા છે.

બેટરી લાઈફ અને પરફોર્મન્સ

બેટરીની વાત કરીએ તો કંપનીનો દાવો છે કે આ હેડફોન ANC ઓન રહેવા પર ૫૦ કલાક અને ANC બંધ હોવા પર ૮૦ કલાક સુધીનો વાયરલેસ પ્લેબેક આપે છે. જ્યારે ૧૫ મિનિટની ફાસ્ટ ચાર્જિંગમાં ૯.૫ કલાક સુધીનો પ્લેબેક મળી શકે છે. ફૂલ ચાર્જ થવામાં આશરે ૨ કલાક લાગે છે.

Marshall Milton A.N.C. માં ૩૨mm ડાયનામિક ડ્રાઈવર આપવામાં આવ્યા છે. તેનો ફ્રિકવન્સી રિસ્પોન્સ ૨૦Hz-૨૦kHz (SBC/AAC/LC3) અને ૨૦Hz-૪૦kHz (LDAC) સુધી છે. હેડફોનમાં પ્રોગ્રામ કરી શકાય તેવા M-બટન, EQ કંટ્રોલ અને સ્પોટિફાય ટેપ સપોર્ટ પણ મળે છે.

ડિઝાઈન અને ટકાઉપણું

ડિઝાઈનની વાત કરીએ તો તેમાં ફોલ્ડેબલ ઓન-ઈયર ડિઝાઈન, TPU-મોલ્ડેડ ઈયર કપ, ટેક્સચર્ડ લેધર ફિનિશ, પાવડર-કોટેડ મેટલ આર્મ્સ અને બ્રાસ મેટલ લોગો આપવામાં આવ્યા છે. તેનું વજન ૨૦૦ ગ્રામ છે અને કંપનીએ તેને રિપ્લેસ થઈ શકે તેવી બેટરી સાથે રજૂ કર્યું છે, જેથી ભવિષ્યમાં બેટરી બદલવી પણ શક્ય બનશે.

Share This Article