Gujarat Student Scholarship Schemes: ગુજરાત સરકારની સ્ટુડન્ટ માટેની વિવિધ યોજનાઓ

Arati Parmar
3 Min Read

Gujarat Student Scholarship Schemes: ગુજરાત સરકારની સ્ટુડન્ટ માટેની વિવિધ યોજનાઓ

1. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)

- Advertisement -

શું મળે? સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં એડમિશન લે તો 50% ટ્યુશન ફી માફ. હોસ્ટેલ + જમવાના ₹1200/મહિને. બુક માટે ₹5000/વર્ષ.

કોને મળે?ધોરણ 12 સાયન્સમાં 80% કે કોમર્સ/આર્ટ્સમાં 80% + કુટુંબની આવક ₹6 લાખથી ઓછી.

- Advertisement -

– કોર્સ: MBBS, એન્જિનિયરિંગ, ફાર્મસી, BSc, BCom, BA બધા.
– વેબસાઈટ: http://mysy.guj.nic.in

2. નમો ટેબ્લેટ યોજના

- Advertisement -

– શું મળે?કોલેજના પહેલા વર્ષમાં ₹1000 ભરીને ₹8000 વાળું ટેબ્લેટ.

કોને મળે?ધોરણ 12 પાસ કરી કોલેજમાં એડમિશન લીધું હોય + કુટુંબની આવક ₹1 લાખથી ઓછી.

ફાયદો: ઓનલાઈન ભણવા, ડિજિટલ સ્કિલ શીખવા ઉપયોગી.

3. સરસ્વતી સાધના યોજના

– શું મળે?ધોરણ 9 ની SC કન્યાઓને વિનામૂલ્યે સાયકલ.

હેતુ: છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટાડવો.

અરજી:શાળા મારફતે થાય.

4. શોધ યોજના – ScHeme Of Developing High quality research

શું મળે? PhD કરતા સ્ટુડન્ટને ₹15,000/મહિને સ્ટાઈપેન્ડ + ₹20,000/વર્ષ કન્ટીજન્સી. 2 વર્ષ સુધી.

કોને મળે?ગુજરાતની યુનિવર્સિટીમાં PhD માં એડમિશન લીધું હોય.

કેન્દ્ર સરકારની સ્ટુડન્ટ યોજનાઓ

5. PM યશસ્વી સ્કોલરશિપ યોજના

શું મળે?ધોરણ 9-10 માટે ₹75,000/વર્ષ. ધોરણ 11-12 માટે ₹1,25,000/વર્ષ.

કોને મળે? OBC, EBC, DNT કેટેગરી + કુટુંબની આવક ₹2.5 લાખથી ઓછી. મેરિટના આધારે.

પરીક્ષા:YASASVI Entrance Test આપવી પડે.

6. નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ (NMMSS)

શું મળે?ધોરણ 9 થી 12 સુધી ₹12,000/વર્ષ.
કોને મળે? ધોરણ 8 માં 55% + કુટુંબની આવક ₹3.5 લાખથી ઓછી. સરકારી શાળાના સ્ટુડન્ટ.

– પરીક્ષા:રાજ્ય સરકાર પરીક્ષા લે છે.

7. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ

– શું મળે?કોલેજના 3 વર્ષ સુધી ₹12,000/વર્ષ. પ્રોફેશનલ કોર્સમાં 4-5 વર્ષ સુધી.
– કોને મળે? ધોરણ 12 માં ટોપ 20% માં આવ્યા હોય + કુટુંબની આવક ₹4.5 લાખથી ઓછી.
– વેબસાઈટ: http://scholarships.gov.in

8. AICTE પ્રગતિ અને સક્ષમ સ્કોલરશિપ – ફક્ત છોકરીઓ અને દિવ્યાંગ માટે

– પ્રગતિ: ટેકનિકલ ડિપ્લોમા/ડિગ્રી કરતી છોકરીઓને ₹50,000/વર્ષ. કુટુંબમાં 2 છોકરી સુધી.
– સક્ષમ: દિવ્યાંગ સ્ટુડન્ટ્સને ટેકનિકલ કોર્સ માટે ₹50,000/વર્ષ.
– આવક મર્યાદા: ₹8 લાખથી ઓછી.

અરજી ક્યાં કરવી? 3 મહત્વની વાત

1. National Scholarship Portal: http://scholarships.gov.in – કેન્દ્રની બધી સ્કોલરશિપ માટે. અહીં રજીસ્ટર કર.

2. Digital Gujarat Portal: http://digitalgujarat.gov.in – ગુજરાતની MYSY, ટેબ્લેટ જેવી યોજના માટે.

3. ડોક્યુમેન્ટ રેડી રાખો: આવકનો દાખલો, જાતિનો દાખલો, માર્કશીટ, આધાર કાર્ડ, બેંક પાસબુક, ફોટો.

ધ્યાન રાખો: દરેક યોજનાની છેલ્લી તારીખ અલગ હોય છે. સામાન્ય રીતે ઓગસ્ટ થી નવેમ્બર વચ્ચે ફોર્મ ભરાય. સત્તાવાર વેબસાઈટ પર જ તારીખ ચેક કરજો .

કોઈ એજન્ટ કે વચેટિયાને પૈસા ન આપતા. આ બધી યોજના એકદમ ફ્રી છે. ફોર્મ પણ તમે જાતે ભરી શકો છો .

Share This Article