Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ, 15મી જુલાઈથી બદલાશે હવામાન

Arati Parmar
2 Min Read

Gujarat Rain Forecast: હાલમાં ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારો ‘મોન્સૂન બ્રેક’નો સામનો કરી રહ્યા છે. વરસાદી ટ્રફ હિમાલય તરફ શિફ્ટ થઈ જતાં સમગ્ર દેશમાં વરસાદની ગતિવિધિઓ ધીમી પડી છે. આ સ્થિતિમાં હવામાન વિભાગના સંકેતો મુજબ 15મી જુલાઈથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

ચાઈનામાં ટાઈફૂન ‘ગેમી’ની અસર

- Advertisement -

ચાઈનામાં ટાઈફૂન ‘ગેમી’ (ટાઈફૂન 22) ના લેન્ડફોલને કારણે હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. આ ટાઈફૂન એટલું શક્તિશાળી હતું કે તાઈવાનમાં રેકોર્ડબ્રેક વરસાદ થયો છે અને ચાઈનામાં લગભગ 20 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. આ ટાઈફૂનને કારણે બંગાળની ખાડીના ભેજવાળા પવનો પૂર્વ તરફ ખેંચાઈ ગયા છે, પરિણામે ભારત તરફ આવતા ભેજ પર અસર પડી છે. આથી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા હજુ એક અઠવાડિયા જેટલો સમય લાગે તેમ છે.

ગુજરાત અને ભારતમાં વરસાદની સ્થિતિ

- Advertisement -

હાલમાં દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો વરસાદી ટ્રફ નબળો પડ્યો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. આગામી દિવસોની સ્થિતિ નીચે મુજબ છે:

  • 15થી 20 જુલાઈ: અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.

  • જુલાઈનો અંત: જુલાઈ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના પગલે રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

  • વર્તમાન સ્થિતિ: હાલમાં નોર્થ-ઈસ્ટ ઈન્ડિયા (અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે) માં મેઘરાજા મહેરબાન છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન નિષ્ણાતોના મતે, અરબી સમુદ્રમાં સિસ્ટમ બન્યા બાદ અને જુલાઈના અંતમાં બંગાળની ખાડી સક્રિય થયા પછી ભારતમાં મેઘરાજાની સવારી ફરી ગતિ પકડશે.

- Advertisement -
Share This Article