Gopal Italia on E20 Petrol Policy: E20 પેટ્રોલ પર ગોપાલ ઈટાલિયાનો વિરોધ, સરકારની નીતિને ગણાવી ‘ખુલ્લી લૂંટ’

Arati Parmar
3 Min Read

Gopal Italia on E20 Petrol Policy: દેશમાં અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી E20 પેટ્રોલ (ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, લોકો જીવનભરની મહેનત અને કરકસર કરીને કાર ખરીદે છે, પરંતુ સરકાર જબરદસ્તીથી તેમને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ભરાવવા મજબૂર કરી રહી છે.

ગોપાલ ઈટાલિયાના મુખ્ય આક્ષેપો: ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે આપણે કાર ખરીદીએ છીએ ત્યારે આપણને વિકલ્પ મળે છે કે ડીઝલ લેવી, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ કાર લેવી. પરંતુ કાર ખરીદ્યા પછી, તેમાં શુદ્ધ પેટ્રોલ નખાવવું કે ઇથેનોલ વાળું, તે વિકલ્પ કેમ આપવામાં નથી આવતો?” તેમણે સરકારની નીતિને ‘દાદાગીરી’ ગણાવીને નીચે મુજબના વાંધાઓ ઉઠાવ્યા છે:

- Advertisement -

૧. કિંમતમાં અન્યાય: ઈટાલિયાએ પ્રશ્ન કર્યો કે જો પેટ્રોલમાં ૨૦% ઇથેનોલની ભેળસેળ કરવામાં આવે છે, તો પછી કિંમત ૧૦૦% શુદ્ધ પેટ્રોલ જેટલી કેમ વસૂલવામાં આવે છે? તેમના મતે, મિશ્રિત પેટ્રોલનો ભાવ ૨૦% ઓછો હોવો જોઈએ.

૨. કારના એન્જિનને નુકસાન: તેમણે દાવો કર્યો છે કે સામાન્ય કારોના એન્જિન અને સ્પેરપાર્ટ્સ E20 પેટ્રોલને અનુકૂળ રીતે બનાવવા માટે સક્ષમ નથી, છતાં સરકાર જબરદસ્તી આ પેટ્રોલ ભરાવવાની ફરજ પાડી રહી છે.

- Advertisement -

૩. પસંદગીનો અધિકાર: ગોપાલ ઈટાલિયાએ અરવિંદ કેજરીવાલનો હવાલો આપીને માંગ કરી છે કે, દરેક પેટ્રોલ પંપ પર બે પાઇપ હોવી જોઈએ. જે ગ્રાહકને E20 પેટ્રોલ જોઈતું હોય તે તે ભરાવે અને જેને ૧૦૦% શુદ્ધ પેટ્રોલ જોઈતું હોય તેને તે મળે. ગ્રાહકને પોતાની કારમાં શું નખાવવું તેની પસંદગીનો અધિકાર હોવો જોઈએ.

ઓનલાઇન પિટિશનની શરૂઆત: ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે આ અન્યાયી નીતિ સામે લડવા માટે અરવિંદ કેજરીવાલે એક ઓનલાઇન અભિયાન શરૂ કર્યું છે. આ માટે stop-e20-petrol.com (સ્ટોપ ઈ૨૦ પેટ્રોલ ડોટ કોમ) નામની વેબસાઈટ બનાવવામાં આવી છે, જ્યાં નાગરિકો જઈને પોતાનો વિરોધ નોંધાવી શકે છે અને પિટિશન સાઈન કરી શકે છે.

- Advertisement -

ગોપાલ ઈટાલિયાએ આ સમગ્ર મામલાને ભાજપ સરકારની દાદાગીરી ગણાવી છે અને સામાન્ય જનતાને તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું છે. તેમનું માનવું છે કે, સરકાર કોઈ હોટલ માલિકની જેમ ગ્રાહક પર ફરજિયાતપણે કોઈ વસ્તુ થોપી ન શકે. આ મામલે હવે લોકોની પ્રતિક્રિયાઓ અને સરકારનું આગામી પગલું શું હશે તે જોવું રહ્યું.

Share This Article