iQOO Z11 Lite 5G ભારતમાં લોન્ચ, જાણો ડિસ્પ્લે, કેમેરા, બેટરી અને તમામ ફીચર્સ

Arati Parmar
4 Min Read

iQOO Z11 Lite 5G: ભારતમાં iQOO Z11 Lite 5G સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે. ફોનને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટફોન 6500mAh બેટરી, 120Hz રિફ્રેશ રેટ ધરાવતી બ્રાઇટ ડિસ્પ્લે અને MediaTek Dimensity 6300 પ્રોસેસરથી સજ્જ છે. આ સ્માર્ટફોન OriginOS 6 અને અનેક એડવાન્સ્ડ AI ફીચર્સ જેવા કે AI ક્રિએશન, AI કેપ્શન્સ અને AI સુપરલિંક સાથે આવે છે, જે વપરાશકર્તાઓના રોજિંદા કાર્યો અને કનેક્ટિવિટીને વધુ સરળ બનાવે છે. લોન્ચ ઓફર સાથે ફોનને ઓછી કિંમતે ખરીદવાની તક મળશે. આવો, તેની કિંમત અને તમામ ફીચર્સ જાણીએ.

ફોનમાં મળે છે મોટી ડિસ્પ્લે

- Advertisement -

iQOO Z11 Lite 5G માં 6.74 ઇંચની 120Hz રિફ્રેશ રેટ ધરાવતી HD+ LCD સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં પ્રીમિયમ મેટાલિક મેટ ફ્રેમ, મિનિમલિસ્ટ કેમેરા મોડ્યુલ અને ડાયનામિક લાઇટ ડિઝાઇન આપવામાં આવી છે.

સ્માર્ટફોન OriginOS 6 અને સ્માર્ટ AI ફીચર્સ સાથે રજૂ થયો છે.

- Advertisement -

આ ઉપરાંત, આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 5G (6nm) પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનના ખાસ AI ફીચર્સમાં AI ક્રિએશનનો સમાવેશ થાય છે, જે અસાઇનમેન્ટ લખવા, કન્ટેન્ટ સમરાઇઝ કરવા, રીરાઇટ કરવા અને ગ્રામર ચેક કરવામાં મદદ કરે છે.

- Advertisement -

જ્યારે AI Captions & ટ્રાન્સક્રિપ્ટ અસિસ્ટ લાઇવ ક્લાસિસ અને ઑડિયો રેકોર્ડિંગને ટેક્સ્ટમાં બદલીને ઓટોમેટિક સમરી તૈયાર કરે છે. ઉપરાંત, AI SuperLink ફીચર લિફ્ટ, મેટ્રો અથવા નબળા નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને વધુ સારી બનાવે છે.

કેમેરા અને બેટરી સેટઅપ

ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો Sony મુખ્ય સેન્સર આપવામાં આવ્યો છે. તેમાં સુપર નાઇટ મોડ, પોર્ટ્રેટ મોડ, લાઇવ ફોટો અને AI ડોક્યુમેન્ટ સ્કેનર જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. આગળની બાજુએ 5MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

સ્માર્ટફોન 6500mAh બેટરીથી સજ્જ છે. તેને ઝડપથી ચાર્જ કરવા માટે 44W FlashCharge નો સપોર્ટ આપવામાં આવ્યો છે, જે ફોનને માત્ર 38 મિનિટમાં 1%થી 50% સુધી ચાર્જ કરી શકે છે.

તેમાં 5-Year Battery Health સુરક્ષા અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ડિવાઇસ IP65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે. તેમાં Swiss SGS ફાઇવ-સ્ટાર ડ્રોપ રેઝિસ્ટન્સ અને મિલિટરી-ગ્રેડ મજબૂતી આપવામાં આવી છે, જેથી અચાનક પડી જવાથી ફોનને નુકસાન પહોંચતું નથી.

વિશેષતાવિગતો
ડિસ્પ્લે6.74 ઇંચ (1600×720) LCD, 120Hz રિફ્રેશ રેટ, 1200 nits HBM બ્રાઇટનેસ
પ્રોસેસરMediaTek Dimensity 6300 5G (6nm, 2.4GHz સુધી)
ઓપરેટિંગ સિસ્ટમOriginOS 6.0 (Android 16 આધારિત)
રેમ અને સ્ટોરેજ4GB/6GB LPDDR4X RAM (+6GB એક્સટેન્ડેડ RAM), 128GB/256GB UFS 2.2 ROM (2TB સુધી વધારી શકાય તેવી)
રિયર કેમેરા50MP (Sony IMX852, f/1.8) + 0.08MP
ફ્રન્ટ કેમેરા5MP (f/2.2)
બેટરી અને ચાર્જિંગ6500mAh BlueVolt બેટરી, 44W FlashCharge (38 મિનિટમાં 1%થી 50%)
મજબૂતીIP65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ, Swiss SGS 5-સ્ટાર ડ્રોપ રેઝિસ્ટન્સ
કનેક્ટિવિટીDual 5G SIM, Wi-Fi (2.4/5GHz), Bluetooth 5.4, USB Type-C
અન્ય ફીચર્સસાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર, 200% વોલ્યુમ મોડ, AI SuperLink, AI Creation
કલર વિકલ્પોમિડનાઇટ બ્લૂ, સોલર ફ્લેમ
વજન અને જાડાઈ209 ગ્રામ, 8.39 mm

કેટલી છે કિંમત?

કિંમતની વાત કરીએ તો ફોનના 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે.

જ્યારે 6GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,499 રૂપિયા અને 6GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,499 રૂપિયા છે.

જો કે, બેંક ઓફર સાથે ફોન પ્રથમ સેલમાં 17,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે.

તેનું વેચાણ 30 જુલાઈથી શરૂ થશે. તેને Amazon અને iQOOની વેબસાઇટ પરથી ખરીદી શકાશે.

Share This Article