India’s Story: ઝેર થી મરવુ મંજૂર છે, પણ જાગૃત થવુ નહી? આ મુદ્દો આખા સમાજને સ્પર્શે છે..
“India’s Story” ફિલ્મ ની કહાની પર આધારિત
ફિલ્મમાં એક સામાન્ય પરિવારની કહાની છે. હીરોની 7 વર્ષની દીકરી ને અચાનક બ્લડ કેન્સર થાય છે. 6 મહિનાની ટ્રીટમેન્ટ પછી પણ એ બચી નથી શકતી.
પછી આવે છે સૌથી મોટો ખુલાસો.
ડોક્ટરના બધા રિપોર્ટ કહે છે કે આ કેન્સરનું કારણ લાંબા સમય સુધી પેસ્ટિસાઈડ વાળો ખોરાક અને પાણી છે.
પછી શું થાય? માતા-પિતા કોર્ટમાં જાય છે
દીકરીના મોત પછી માતા-પિતા ચૂપ નથી બેસતા. એ કોર્ટમાં કેસ કરે છે. આરોપી છે મોટી-મોટી Pesticides કંપનીઓ.
કોર્ટમાં એ વકીલ સાથે મળીને આ પુરાવા રજૂ કરે છે:
1. ખોરાક દ્વારા ઝેર
લેબ રિપોર્ટમાં શાકભાજી, અનાજ, દૂધમાં Chlorpyrifos, Glyphosate, Atrazine જેવા ઝેર મળ્યા. આ દવાઓ બાળકોના લોહીમાં કેન્સર કરે છે.
2. ખેડૂતોના રોગો
ફિલ્મમાં દેખાડ્યું કે જે ખેડૂતો રોજ આ દવા છાંટે છે એમને પાર્કિન્સન, શ્વાસના રોગ, વાંઝિયાપણું, સ્કિન કેન્સર થાય છે. કારણ કે કંપની કોઈ માસ્ક-ટ્રેનિંગ આપતી જ નથી.
3. સામાન્ય લોકો
ગામના પાણીમાં, જમીનમાં આ ઝેર 20 વર્ષ સુધી રહે છે. એટલે ગામના 10 માંથી 3 બાળકને કોઈ ને કોઈ બીમારી છે.
ફિલ્મનો સૌથી મોટો સવાલ કોર્ટમાં
“જ્યારે દુનિયાના 50 દેશોમાં આ દવા બેન છે, તો ભારતમાં કેમ વેચાય છે?
Pesticides કંપનીઓ માટે કોઈ કડક નીતિ-નિયમ કેમ નથી?”
નિષ્કર્ષ
આ ફિલ્મ આપણને 1 જ વાત શીખવે છે.
આપણે જે “સસ્તું અને હેલ્થી શાક ખરીદીએ છીએ એની પાછળ કેટલાય લોકોનુ મોત હોઈ શકે.
“ઝેર વેચનારને સજા નહિ, તો આવતી કાલે આપણી થાળીમાં પણ ઝેર જ હશે”

